Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકા પંચાયતનાં મહિલા પ્રમુખે કોરોના રસીકરણની પહેલા રાઉન્ડની રસી લીધી.

Share

નેત્રંગ તાલુકા પંચાયત મહિલા પ્રમુખે પોતે કોરોના રસીકરણની પહેલા રાઉન્ડની રસી લઇ તાલુકાના અબુધ અને અભણ લોકોને વિના સંકોચે વેકસીન મુકાવા વિનંતી કરી છે, ત્યારે નેત્રંગ ટાઉનમાં રહેતા ૯૩ વર્ષના દાદાએ રસીકરણની બીજા રાઉન્ડની રસી લઇ વૃદ્ધા લોકો પણ રસી લે તે બાબતે લોકોને અનુરોધ કર્યો છે. તો બીજી તરફ જનજાગૃતિના અભાવને લઇને આરોગ્ય વિભાગ નેત્રંગને રસીકરણનો આપવામાં આવેલ લક્ષ્યાંકની સામે તનતોડ મહેનત કરીને આજદીન સુધીમા પચાસ ટકા કામગીરીનો લક્ષ્યાંક પૂર્ણ થયો છે.

નેત્રંગ ટાઉન સહિત પંથકમાં કોરોના વાયરસે પોતાનો વિકરાળ પંજો ફેલાવતા અસંખ્ય લોકોને પોતાનાની ઝપેટમાં લઇને સંકમિત કર્યા છે જેને લઇને નેત્રંગ ટાઉન સહિત પંથક ભરમાં કોરોનાના કારણે મૃત્યુનો આંક વધી રહ્યો છે. નેત્રંગ તાલુકો પછાત છે, તાલુકાના ૭૮ ગામોમા વસતા મોટા ભાગના આદિવાસી ભાઇ બહેનો અભણ અબુધ અને ભોળા છે, કોરોના વાયરસને લઇને ગામ્ય વિસ્તારોમા અનેક પ્રકારના ભામક ગોબેલ્સ પ્રચારને લઇને, કોરોના વાયરસને લઇને અફવાઓના પડેકા છોડીને પ્રજાના મનમાં ભય ઉભો કરી દીધો હોવાના કારણે ગામ્ય વિસ્તારોમા કોરોના સંક્રમિતની સંખ્યા મોટા પ્રમાણમાં છે, પણ જનજાગૃતિના અભાવને લઇને તાત્કાલીક લોકો સરકારી દવાખાનાઓમાં જતા નથી, અને કોઇપણ જાતની દવા લેતા નથી.

હાલમાં કોરોનાના બદલે કમળો થયો હોવાનું ગામ્ય વિસ્તારોમાં ચાલી રહ્યુ છે, જેની દવા ગામ્ય વિસ્તારમાં જડીબુટ્ટી તેમજ ભુવાજાગરીયા અને કમળો ઝરાવાની પદ્ધતિ વધુ ચાલી રહી છે, કોરોનાના બદલે અન્ય રોગોની દવા લોકો કરતાં હોવાના કારણે ગામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધુ છે, મોતનો આંક પણ છેલ્લા બે માસના ગ્રામ્યની ગ્રામપંચાયતોમાં રાખવામાં આવતા જન્મ મરણના રજીસ્ટરો પરથી સાચો આંક જાણવા મળે તેમ છે. આ કપરા મહામારીના સમયમાં કોરોના વેકસીનના ટીકાકરણ માટે સરકાર અથાર્ગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવા છતાં પછાત તાલુકાઓમા આમ લોકોમા વેકસીનની બાબતમાં અનેક ભામક અફવાઓએ ધર કરી બેસતા લોકો વેકસીનના ટીકાકરણ માટે તૈયાર થતા નથી. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ લીલાબેન માનસિગભાઈ વસાવા નેત્રંગ ખાતે કોરોના વેકિસનના પ્રથમ રાઉન્ડનુ ટીકાકરણ કરાવી પોતાના આદિવાસી ભાઇ બહેનોને ટીકાકરણ કરાવવા માટે જાહેરમાં અપિલ કરી છે, અને ટીકાકરણ મુકાવી પોતાનો ફોટો સોસીયલ મીડીયા પર અપલોડ કરી ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા સોસીયલ મીડીયા ગૃપોમાં ફરતો કર્યો છે, બીજી તરફ નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં રહેતા ૯૩ વર્ષની ઉમર ધરાવતાં રસિકલાલ હિંમતલાલ ગાંધી બીજા રાઉન્ડની વેકસીનનું ટીકાકરણ કરાવી વૃદ્ધ લોકોને કોઇ જાતના સંકોચ કે ભય વગર કોરોના વેકસીન લેવા અનુરોધ કર્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કૃષિબિલ ખેડૂતોનો વિનાશ કરી કોર્પોરેટર કંપનીઓનો વિકાસ કરશે.

ProudOfGujarat

માંગરોળમાં વ્યાપક વરસાદથી કૃષિપાકને થયેલ નુકસાનનું ખેડૂતોને વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ.

ProudOfGujarat

લીંબડી મામલતદારને ગુજરાત ખેડૂત એકતા મંચના તાલુકાના પ્રમુખ દ્વારા અપાયું આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!