– સેવા યજ્ઞ ચેરીટ્રેબલ ટ્રસ્ટ અને નીલકંઠ સ્કૂલના ટ્રસ્ટી દ્વારા નિઃશુલ્ક આઇસોલેશન કોવિડ સેન્ટર ઉભું કરાયું.
– આવતીકાલથી 60 વર્ષથી વધુ વયના લોકોને આઇસોલોસેન સેન્ટરનો સેવા માટે લાભ મળશે.
લીંબડીથી હાઇવે રોડ તરફ જતા લીંબડીની પ્રખ્યાત નીલકંઠ વિધાલય આવેલ છે આ વિધાલયમાં સેવા યજ્ઞ ચેરીટેબલ ટ્રસ્ટ, પાણશિણા અને લીંબડી નીલકંઠ વિધાલયના ટ્રસ્ટી દ્વારા લીંબડી તાલુકા અને શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે હાલ આવા કપરા સમયે કોરોના વાયરસના સંક્રમણમાં આવેલ દર્દીઓ માટે કુદરતી અને શાંત વાતાવરણ સાથે 50 બેડની કોવિડ આઇસોલેશન સેન્ટર ઉભું કરાયું હતું.
કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધવાને કારણે ગામના યુવાનોએ લોક ભાગીદારીથી જમવાથી લઈને તમામ પ્રકારની સુવિધાઓવાળી આઇસોલેશન સેન્ટર શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલ ઉભુ કરવામાં આવ્યુ. લીંબડી પંથકના ઘણા ગામો હોસ્પિટલમાં સારવાર માટેની સગવડ સાથે કોવિડ આઇસોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યુ છે. લીંબડીના યુવાનો દ્વારા આરોગ્યની ટીમની સાથો સાથ ઊભા રહી અને રાત દિવસ તમામ પ્રકારની મહેનત કરી રહ્યા છે. ફ્રુટ જ્યુસ, લીંબુ શરબત, જમવાની વ્યવસ્થા જેવી તમામ વસ્તુઓ દર્દીઓને આ યુવાનો દ્વારા પૂરી પાડવામાં આવે છે.
આરોગ્ય અને લીંબડી નીલકંઠ વિધાલયના ટ્રસ્ટીઓમાં લાલાભાઈ પટેલ, ખુમાનસિંહ પરમાર તેમજ યુવાનોમાં ભરતભાઇ પટેલ, કિશોરભાઈ પટેલ, હસુભાઈ રામી, રાજેશભાઇ ખાંદલા, પ્રકાસભાઈ અલગોતર સહિતના યુવાનોએ એક ઉમદા ઉદાહરણ અહીં પુરું પાડ્યું છે. તાત્કાલિક ધોરણે બેડથી લઇ જમવા સુધીની તમામ સુવિધાઓ, અને યોગચાર્ય દ્વારા રોજ યોગ, અને પ્રાણાયામ તેમજ આરોગ્યમાં રાજકોટ સજીવન ફાઉન્ડેશન દ્વારા આર્યુવેદીકમાં ડો. અવની વ્યાસ, અને જાણીતા આર્યુવૈદ નિસ્નાત ડો. નિતુબેન પટેલના માર્ગદર્શન હેઠળથી અહીં કોવિટ આઇસોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર