લીંબડીમા દર વર્ષે શિતળા સાતમની અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે તેમજ લીંબડી રાજકોટ હાઇવે પર આવેલ છાલીયા તળાવ ખાતે મેળો થતો હોય છે ત્યારે હાલ ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તમામ મેળા મેવાવડા બંધ રાખવામાં આવેલ છે ત્યારે લીંબડી મોટાવાસ વિસ્તારમાં શિતળા માતાજીનું મોટું મંદિર આવેલ છે અને આ મંદિરનો અનોખો મહિમા છે ત્યારે આજે કહેવાય તો શિતળા સાતમનો તહેવાર હોય ત્યારે આજના દિવસે લોકો ચુલો સળગાવતાં નથી અને ઠંડું ભોજન આરોગતા હોય છે ત્યારે હાલ ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ મંદિર ખાતે સરકારી ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી તેમજ ફરજિયાત માસ્ક પહેરી માં શિતળાને પ્રસાદ ધરાવવા શ્રધ્ધાળુઓ આવ્યા હતાં ત્યારે આજે આવનાર મહિલા શ્રધ્ધાળુઓની શિતળા માતાજી પાસે એક જ પ્રાર્થના હતી કે વિશ્વભરમાંથી આ કોરોના કહેર ટળે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડીમાં શિતળા સાતમનો અનોખો મહિમા હોય છે ત્યારે કોરોના મહામારી વચ્ચે સરકારી ગાઈડલાઈન મુજબ આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.
Advertisement