● સેબી રજિસ્ટર્ડ રોકાણ સલાહકાર પ્લેટફોર્મ ફિન્ટુ, જે નાણાકીય સલાહ, નિવૃત્તિ યોજના અને ટેક્સ પ્લાનિંગ પ્રદાન કરે છે, તેણે “AI-Advisor” શરૂ કર્યું છે જે અંતર્ગત વપરાશકાર કોઈ પણ માનવ હસ્તક્ષેપ વિના તેની નાણાકીય યોજના ઘડી શકશે.
● આ પ્લેટફોર્મ રજૂ કરવા પાછળનો હેતુ વપરાશકારો અને ગ્રાહકોને વન સ્ટોપ સોલ્યુશન્સ પૂરા પાડવાનો છે જ્યાં તેઓ તેમની સર્વગ્રાહી આર્થિક સલાહ, નિવૃત્તિ યોજના અને ટેક્સ પ્લાનિંગ સોલ્યુશન્સ માટે જઈ શકે.
ભારતનું અગ્રણી વેલ્થ અને ટેક્સ પ્લાનિંગ પ્લેટફોર્મ ફિન્ટૂ, ભારતભરના વપરાશકારોને શ્રેષ્ઠ ડિજિટલ અનુભવ પ્રદાન કરવા માટે તૈયારી કરી રહ્યું છે. આ સંપત્તિ અને કર સલાહકાર પ્લેટફોર્મ લક્ષિત, રોકડ પ્રવાહ, નિવૃત્તિ, જોખમ, ખર્ચ વ્યવસ્થાપન ઉકેલ જેવી નોંધપાત્ર સુવિધાઓ સાથેનું એક પ્રકારનું સર્વસમાવેશક ઓટોમેટેડ પ્લાનિંગ સાધન છે. તે તમારા ધ્યેયને તમારી સંપત્તિ સાથે જોડીને અને આયોજનબદ્ધ રોકાણની યોજના ઘડવા સક્ષમ સાધન છે.
નવા “એઆઇ-એડવાઇઝર” પાછળનો હેતુ એ છે કે વપરાશકારને તેના નાણાકીય આયોજન કોઈ પણ માનવ હસ્તક્ષેપ વગર બનાવવામાં મદદ મળે અને તે સાથે તેમને સંપૂર્ણ ડેટા સુરક્ષા અને ગોપનીયતા મળે. આથી, વપરાશકાર સિવાય અન્ય કોઈ પણ તેમના નિર્ણય લઈ નહીં શકે, જોઈ નહીં શકે અને વિશ્લેષણ નહીં કરી શકે.
આ પ્લેટફોર્મ અનોખું છે અને તે માત્ર લક્ષ્ય આધારિત રોકાણ પર કેન્દ્રિત નહીં રહેતાં એક ઊંડાણ પૂર્વકનું આયોજન સાધન છે જેમાં વપરાશકાર તેના રોકડ પ્રવાહ અને આઉટફ્લો, જોખમની ક્ષમતા, લક્ષ્ય અને વેરા-સંબંધિત વિગતોને મૂકી શકશે. વધુ વિગતવાર રિપોર્ટ વપરાશકારને ખર્ચ અંદાજ, લક્ષિત વિશ્લેષણ, એસેટ મેપિંગ, ભાવિ રોકડ પ્રવાહ અને અમલમાં મૂકવાની યોજના જેવી વિગતો પૂરી પાડશે, જેથી તેના / તેણીના નાણાકીય લક્ષ્યોને સરળતાથી પૂર્ણ કરવા માટે મદદરૂપ થશે.
અચાનક આવી પડેલી મહામારીને કારણે આપણી શારીરિક, માનસિક અને આર્થિક સ્થિતિ પર વિપરીત અસર થઈ છે. ફિન્ટૂના સ્થાપક અને મુખ્ય ચીફ બિલીફ ઓફિસર સીએ મનીષ પી. હિંગરે કહ્યું કે, લોકોને હાલના તબક્કામાંથી ઉગારવા માટે દરેક ઉદ્યોગ નિષ્ણાત જુદા જુદા ઉકેલો સાથે આવ્યા છે. ફિન્ટુ, એક અગ્રણી નાણાકીય સલાહકાર કંપનીમાંની એક છે. તેણે લોકોની જરૂરીયાતોને પહોંચી વળવા માટે તેની તમામ કુશળતાને “એઆઇ-સલાહકાર” માં મૂકી છે. અમારા ગ્રાહકોને અત્યારે શ્રેષ્ઠ નાણાકીય આયોજન સેવાઓ પ્રદાન કરવા ઉપર અમારું ધ્યાન કેન્દ્રિત છે અને અમે તેને પ્રાપ્ત કરવા માટે 100 % સમર્પિત છીએ. તેમણે એમ પણ ઉમેર્યું કે, આ પરિસ્થિતિ દરમિયાન લોકોએ તેમની સલામતી માટે કોન્ટેક્ટલેસ અને ડિજિટલ સેવાઓ પસંદ કરવી જોઈએ. કંપનીની ચેટ બૉટ કાર્યક્ષમતા પણ તેના વપરાશકારને કોઈપણ નાણાકીય મુંઝવણ માટે રીઅલ-ટાઇમ સલાહ અથવા કન્સલ્ટેશન પૂરું પાડે છે.
” AI-Advisor” ટૂલ હાલમાં ફક્ત વેબ પર ઉપલબ્ધ છે પરંતુ વપરાશકારો માટે 30 જૂન, 2021 સુધીમાં મોબાઇલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થવાની ધારણા છે.