નર્મદા જિલ્લામાંથી ખાસ કરીને રાજપીપળા દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં બોગસ ડોક્ટરો હાલ કોરોનામાં દેડકાની જેમ ફુટી નીકળ્યા છે.જેઓ ગામડાની ગરીબ અને ભોળી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી પોતાની પાસે એલોપેથીક પ્રેક્ટિસ કરવાનું ન હોવા છતાં ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરતા હોય આવા તબીબો સામે અગાઉ પણ નર્મદા પોલીસ લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સાગબારા તાલુકાના કોડબા ગામે થી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની ફરિયાદ સાગબારા પોલીસ મથકે ફરિયાદી ડો.અનિલકુમાર કરસનભાઈ રાઠવા (મૂળ રહે, ડણી તા.નસવાડી જિ.છોટાઉદેપુર હાલ રહે પીએચસી દેવમોગરા સાગબારા ) એ આરોપી સુનિલ પોપટ પાટીલ (હાલ રહે, ગ્રીનસીટી બ્લોક નં. સી -52, મૂળ રહે.આમરાલી, તા. સિંધીખેડા જી. ધુલિયા મહારાષ્ટ્ર) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી સુનિલ પોપટ પાટીલ પોતે ડોક્ટર નથી તેમ જાણતો હોવા છતાં તેમજ પોતાની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલ અમદાવાદનું મેડીકલ પ્રેક્ટિસ અંગેની મેડીકલ પ્રેક્ટિસ કરવા અંગે પ્રમાણપત્ર હોવા છતાં પોતાના આર્થિક ફાયદા સારું સાગબારાના આજુબાજુના ગામડાઓમાં ફરી બિમાર લોકો ની સેવાઓ કરતા હતા,અને દાક્તરી સેવાના સાધનો ગેરકાયદેસર રાખી લોકોનું સ્વાસ્થ્ય જોખમાય તે રીતે મેડીકલ પ્રેક્ટિસ કરી બેદરકારી ભર્યું કૃત્ય કરી એલોપેથીક પ્રેક્ટિસ કરવાના એલોપેથીક ટેબલેટ, સીરીપ ની બોટલો તથા પાઇપ ચઢાવવાના બોટલ સિરીઝ (નીડલો) વગેરે સાધનસામગ્રી તથા હીરો મોટરસાયકલનં.1મળી કુલ કિ.રૂ. 38878/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા