ભરૂચ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જાય છે તો બીજી તરફ કોરોનાથી થતાં મૃત્યુમાં પણ ભરૂચ રાજયમાં બીજો ક્રમાંક ધરાવે છે. મૃત્યુઆંક સતત વધતો જાય છે આથી આજે ભરૂચ ગેલાની કૂવા સ્થાનિકો દ્વારા કોવિડ સ્મશાનમાં લાકડાનું અનુદાન આપવામાં આવ્યું હતું.
ભરૂચ ગેલાની કૂવા સ્થાનિક યુવાનો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વિવિધ વિસ્તારમાં આવેલા સૂકા લાકડા એકઠા કરવામાં આવ્યા હતા. ઝાડ અને અન્ય લાકડાઓનાં કટીંગ કરવામાં આવ્યા હોય આજે આ તમામ લાકડાઓ કોવિડ સ્મશાનમાં 4 ટ્રક ભરીને આપવામાં આવ્યા છે તેઓ દ્વારા આ તકે જણાવાયું છે કે અમો આજે કોરોનાની સ્થિતિને જોઈને આ સંકલ્પ કર્યો હતો કે આગામી સમયમાં અમારા દ્વારા અપાયેલા લાકડાના દાનથી અહીં આવતા મૃતદેહોને તેમના સ્વજનો દ્વારા સુવ્યવસ્થિત રીતે અગ્નિદાહ આપી શકે તેમજ આગળના સમયમાં અન્ય યુવક મંડળ આ પ્રકારનું દાન કરે તેવી આશા રાખીએ છીએ.
ભરૂચ કોવિડ સ્મશાનમાં ગેલાની કૂવા સ્થાનિકો દ્વારા 4 ટ્રક લાકડાનું દાન અપાયું.
Advertisement