વૈશ્વિક મહામારી કોવિડ-19 નો સમગ્ર જગ્યાએ અત્યંત ફેલાવો વધ્યો છે. સરકાર દ્વારા કોરોનાને રોકવા માટેના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ મહામારીમાં ભરૂચની ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ (જી.એન.એફ.સી.) તરફથી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને કોવિડ-19 ની દવાની કિટનું વિતરણ વિનામુલ્યે કરવામાં આવ્યું હતું.
ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડની સી.એસ.આર શાખા – નર્મદા નગર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી (નારદેસ) દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે કોવિડ-19 નાં દર્દીઓને વિનામુલ્યે દવાઓ આપે છે જેમાં ભરૂચ જીલ્લા વહીવટી તંત્રને રૂ.21 લાખ કિંમતની કોવિડ-19 ની બે હજારથી વધુની મેડિકલ કીટ આપવામાં આવી છે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારની દવાઓની કીટ નિયત કરેલ હોસ્પિટલો મારફતે જે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ દવાઓનો ખર્ચ કરી શકે તેમ ના હોય તેમને જી.એન.એફ.સી. દ્વારા નિ:શુલ્ક દવાઓ આપવામાં આવે છે તેમજ જી.એન.એફ.સી. દ્વારા 96-98 % શુદ્ધતા ધરાવતા મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી નિ:શુલ્ક દર્દીઓને વિતરણ કરવામાં આવે છે. જે ઓક્સિજન 19 એપ્રિલથી દૈનિક 10 મે. ટન પ્રવાહી ઓક્સિજનનાં જથ્થાનું ઉત્પાદનનું લક્ષ્યાંક રાખીને ઓક્સિજન ઉત્પાદન શરૂ કરેલ છે જે હાલ વધારીને સરેરાશ દૈનિક 30 મે. ટન પ્રવાહી ઓક્સિજનનું ઉત્પાદન કરે છે જે ઓક્સિજન પણ જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે.
વૈશ્વિક મહામારી કોરોનામાં જી.એન.એફ.સી. ભરૂચનું સ્તુત્ય પગલું : કોવિડ-19 ની દવાઓ અને ઓક્સિજનનું વિનામુલ્યે કરે છે વિતરણ.
Advertisement