Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયામાં શુક્ર, શનિ અને રવિ સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન થશે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, અને કોરોનાના લક્ષણો જેવી બીમારીની ફરિયાદો ઉઠવા પામી છે. ઝઘડિયા રાજપારડી અને ઉમલ્લા વેપારી મથકો હોવાથી અહીં આજુબાજુના ગામડાઓના લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા, કાચો માલ વેચવા તથા સરકારી કામો માટે આવતા હોય છે, તેવા સંજોગોમાં કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત રહે છે.

ગતરોજ ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા જાહેર જનતાજોગ એક વિનંતી કરવામાં આવી હતી કે કોરોનાનુ સંક્રમણ વધવાના પગલે ઝઘડિયાના બજારોમાં શુક્ર, શનિ અને રવિવારે વેપાર-ધંધા સદંતર બંધ રાખવા અને સ્વૈચ્છિક લોકડાઉન રાખવા અપીલ કરવામાં આવી હતી. શુક્રવારથી બંધ થયેલ બજારોમાં સંપૂર્ણ લોકડાઉન રાખી સોમવારે સવારે રાબેતા મુજબ બજારો ખુલશે, એમ જણાવાયુ હતુ.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

આદિવાસી સમાજ વિકાસ મંડળના ઉપકેમેં રંગારંગ કાર્યક્રમ યોજાયો.હોળી નિમિત્તે પરંપરાગત પહેરવેશ માં આદિવાસીઓ ઝૂમી ઉઠ્યા.જાણો ક્યાં?

ProudOfGujarat

રાજકોટ વેપારીઓ દ્વારા રાજકોટ મુંબઈ વચ્ચેની ફ્લાઇટ ફરી શરૂ કરવા માંગ

ProudOfGujarat

નેત્રંગ આર્યસમાજ દ્વારા 11 આદિવાસી દિકરીઓનાં સમૂહમાં લગ્ન કરાવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!