ભરૂચ શહેરમાં શીતલ સર્કલ બ્રિજ નીચેના ભાગમાં સટ્ટા બેટીંગનો જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ ભરૂચ એલ.સી.બી એ શોધી કાઢ્યો છે.
આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ તેમજ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભરૂચ જીલ્લામાં ચાલતી પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે ડ્રાઈવ રાખવામા આવી હતી આ જુગારનાં દરોડા દરમિયાન એલ.સી.બી. પી.આઇ નાં માર્ગદર્શન હેઠળ અસરકારક કામગીરી કરવા માટે અલગ-અલગ પોલીસ ટુકડી બનાવવામાં આવી હોય જેમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે શીતલ સર્કલ બ્રિજ નીચે સટ્ટા બેટીંગનો જુગાર ચાલે છે આ બાતમીના આધારે એલ.સી.બી. ની ટીમે શીતલ સર્કલ બ્રિજ નીચે ખુલ્લી જગ્યામાં સટ્ટા બેટિંગ રમતા 6 આરોપીઓ (1) સુરેશ પુનમચંદ્ર ચૌહાણ રહે. ઝાડેશ્વર ગામ સાઈવાડી, ભરૂચ (2) રમેશ ઠાકોરભાઈ વસાવા રહે. દૂધધારા ડેરી, ઇન્દિરા આવાસ, ભોળાવ, ભરૂચ (3) વિજય બકુલભાઇ વસાવા રહે. ભોલાવ ગ્રામ પંચાયતની બાજુમાં, ભરૂચ (4) મયૂદ્દીન અબ્દુલ મિયાં મલેક રહે. મકતમપુર મગદુમ પાર્ક પાણીની ટાંકી પાસે, ભરૂચ (5) શહેબાઝ ઉર્ફે બશીરઅલી અબ્દુલ મજીદ શેખ રહે. કુંભારિયા ઢોળાવ લીમડીચોક, ભરૂચ (6) અજય રમણભાઈ વસાવા રહે. ભાટવાડ આદર્શ સ્કૂલ પાસે અંકલેશ્વર ને પોલીસે દરોડો પાડી પકડી પાડયા છે. તેમની પાસેથી જુગાર રમવાના સાધનો, મોબાઈલ નંગ- 6, કિં.રૂ. 10,500, એક્ટિવા નંગ-2 કિં.રૂ.80,000, રોકડ રકમ 10,480 મળી કુલ રૂ.1,00,980 સાથે તમામ 6 આરોપીઓને પકડી લઈ ભરૂચ શહેર ‘સી” ડીવીઝન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.