– સાંસદ મનસુખ વસાવાની મુખ્યમંત્રી સુધીની રજૂઆત રંગ લાવી.
– મોતના આંકડા વધ્યા ત્યારે તંત્રની ઉઘડી આંખ.
– રાજપીપલા કોવિડમાં એક પછી સાધન સુવિધામાં થઈ રહેલો વધારો અને સુધારો લોકો માટે રાહત રૂપ.
– ઓક્સિજનવાળા-૦૮ બેડની સંખ્યા 08 થી વધારી હવે ૮૨ બેડની કરાઈ.
– ૧ હજાર લીટરની એક એવી બે અને ૨૦૦ લીટરવાળી બે ટેન્ક લિક્વીડ નાઇટ્રોજન ઓક્સિજન ટેન્ક ખરીદમાં આવી.
– નર્મદા જિલ્લા માટે ઓકસિજન પ્લાન્ટ મંજૂર કરાયો.
– આરટીપીસીઆર લેબ પણ નર્મદા જિલ્લા માટે મંજૂર કરાઈ.
– આટલી સુવિધા છતાં દર્દીઓ મોતની કેમ ભેટે છે ?પ્રજાનો તંત્ર સવાલ.
રાજપીપલા : નર્મદા જિલ્લામા સતત વધતા જતા કેસો બાદ મોડે મોડે પણ તંત્ર જાગ્યું છે, છેલ્લા એક વર્ષથી કોરોના પોઝીટીવ દર્દીઓની હાલાકી તથા અપૂરતી સાધન સુવિધા માટે અનેક ફરિયાદો અને રજુઆતો તથા સાંસદ મનસુખ વસાવાની મુખ્યમંત્રી સુધીની રજૂઆત રંગ લાવી. મોતના આંકડા વધ્યા ત્યારે તંત્રની આંખ ઉઘડી છે. નર્મદામાં અત્યાર સુધીમાં 3084 કેસો નોંધાઈ ચુક્યા છે અને હજી આ આંકડો વધી રહ્યો છે રોજના 35 થી 40 પોઝીટીવ દર્દીઓ નવા ઉમેરાઈ રહ્યા છે. ત્યારે અને મોતનો આંકડો તંત્ર ભલે છુપાવતું હોય પણ 100 થી વધુના થયેલા અગ્નિસંસ્કારે મોતની ભૂતાવળે સરકારને પણ દોડતી કરી છે ત્યારે મોડે મોડે પણ રાજપીપલા કોવિડ હોસ્પિટલમાં એક પછી એક નવી સાધન સુવિધામાં થઈ રહેલો વધારો અને સુધારો લોકો માટે રાહત રૂપ બન્યો છે.
તાજેતરમા જિલ્લા કલેક્ટર નર્મદાએ હિંમતભેર પીપીઈ કીટ પહેરીને રાજપીપલાની કોવિડની મુલાકાત લીધી હતી. નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જરૂરી સુવિધા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે પહેલા 92 જનરલ અને 8-આઈસીયુ વેન્ટીલેટર ફેસીલીટીવાળા એટલે કે ઓક્સીજન ફેસીલીટીવાળા મળી કુલ 100 બેડ હતાં, જેમા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને કેસો વધતા રાજ્ય સરકાર-આરોગ્ય વિભાગની સૂચના અને જિલ્લા પ્રભારી સચિવની સતત સૂચના અને સુપરવિઝન મોનીટરીંગના ભાગરૂપે લેવાયેલા તાત્કાલિક અસરથી ઓક્સિજનની નવી 3 અલગ અલગ લાઇનો ઇન્સ્ટોલ કરવામાં આવી છે, આઈસીયુ માટે, જનરલ વોર્ડ માટે, વેન્ટીલેટર માટે અને ઓક્સિજન બેડ માટે અલગ અલગ લાઇનો ઇન્સ્ટોલ કરી દેવાઈ છે, તેના કારણે ઓક્સિજનવાળા-૦8 બેડની સંખ્યા હવે 82 બેડની થઈ ગઈ છે. અગાઉ 8 જ બેડ ઓક્સિજનવાળા હતા એટલે કોવિડ હોસ્પિટલ પાસે 90 ઓક્સિજન સિલીન્ડર હતાં, તેમાં પણ રાજ્ય સરકાર-આરોગ્ય વિભાગ અને જિલ્લા પ્રભારી સચિવની મદદથી તાત્કાલિક નવા ઓક્સિજન સિલીન્ડર ખરીદવામાં આવ્યાં છે, એટલું જ નહીં તેની સાથોસાથ 1 હજાર લીટરની એક એવી બે અને 200 લીટરવાળી બે ટેન્ક લિક્વીડ નાઇટ્રોજનની આપણે ઓક્સિજન ટેન્ક ખરીદમાં આવી છે.
આ ટેન્કમાં લિક્વીડ ઓક્સિજન હોય છે, જે સિલીન્ડર હોય છે, આ બંનેની ભરવાની પણ વ્યવસ્થા કરી દેવાઈ છે. અલગ અલગ મેન્યુફેકચરર્સ પાસેથી સરળતાથી ટેન્ક અને સિલીન્ડર બંને ભરી શકાશે. સ્ટોકમાં પણ 2 રાખે છે. જેથી કરીને કોઇપણ રિફીલીંગ કરવામાં મોડું થાય કે, અન્ય કોઇ મુશ્કેલી ઉભી થાય તો પણ આપણી પાસે સ્ટેન્ડ બાય જથ્થો સ્ટોકમા હોવાને લીધે ઓક્સિજનવાળા દર્દીને કોઇપણ પ્રકારની તકલીફ નહી પડે.
વધુમાં આરટીપીસીઆર લેબ પણ સત્વરે નર્મદા જિલ્લા માટે મંજૂર કરાઇ છે. અત્યાર સુધી વડોદરા અને સુરત ચકાસણી માટે સેમ્પલ મોકલવામાં આવતાં હતાં, આગામી બે-ત્રણ દિવસમાં રાજપીપલા ખાતે કાર્યરત થઇ જશે, જેથી કરીને દર્દીઓને ટેસ્ટ કરવા હવે બહાર જવું નહીં પડે.
વધુમાં સમગ્ર નર્મદા જિલ્લામાં એકપણ ઓકસિજન મેન્યુફેકચરર્સ નથી કે રીફલીંગની વ્યવસ્થા નથી અને તેના કારણે સરકારે નર્મદા જિલ્લા માટે ઓકસિજન પ્લાન્ટ મંજૂર કર્યો છે. કેન્દ્ર-રાજય સરકારની મદદની અને એચપીસીએલ કંપની રાજપીપલા કોવિડ-19 હોસ્પિટલ ખાતે જ ઓકસિજનનો પ્લાન્ટ કરશે. અને તે ઓકસિજન પ્લાન્ટનું હયાત લાઇન સાથે જ જોડાણ કરવામાં આવશે, જેથી કરીને આપણે ગેસ રિફલીંગ માટે જે બરોડા, ભરૂચ અને બીજી અલગ અલગ જગ્યાએ જવું પડે છે તે પછી જવું નહીં પડે. બીજી તરફ સવાલ એ ઉઠે છે કે આટલી સુવિધા છતાં દર્દીઓ મોતને કેમ ભેટે છે. પ્રજાનો તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા