Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લા પંચાયતનાં માજી સદસ્ય બળવંતસિંહ પહાડસિંહ ગોહિલે આદિવાસી વિસ્તારની આવક આદિવાસી વિસ્તારમાં વાપરવા નર્મદા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી.

Share

– આદિવાસી વિસ્તારમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં સરકાર તદ્દન નિષ્ફળ પુરવાર થઇ છે.

– સરદાર સરોવર યોજનામાંથી વીજળી પાણીની થતી કરોડો રૂપિયાની આવક ગુજરાત સરકારને થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવે છે. નર્મદા યોજના તેમજ કરજણ યોજનામાંથી વીજળી તેમજ પાણીની કરોડો રૂપિયાની આવક ક્યાં જાય છે ?

Advertisement

– નર્મદા કોંગ્રેસને ઉગ્ર આંદોલનની ચીમકી.

રાજપીપળા : નર્મદા જિલ્લા પંચાયતના માજી સદસ્ય બળવંતસિંહ પહાડસિંહ ગોહિલે આદિવાસી વિસ્તારની આવક આદિવાસી વિસ્તારમાં વાપરવા નર્મદા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે. બળવંતસિંહ ગોહિલે નર્મદા કલેકટરને જણાવ્યું છે કે નર્મદા જિલ્લો ૧૦૦ ટકા ટ્રાયબલ વસ્તી ધરાવતો જીલ્લો છે. નર્મદા જિલ્લામાં સૌથી મોટી ૨ સિંચાઇ માટેની યોજનાઓ આવેલી છે. કરજણ ડેમ, નર્મદા ડેમ જે સરદાર સરોવરનાં નામે ઓળખાય છે. સરકારે અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બનાવ્યું છે. સરદાર સરોવર યોજનામાંથી વીજળી, પાણીની થતી કરોડો રૂપિયાની આવક ગુજરાત સરકારને થાય છે. તે ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાં આવતાં પ્રવાસીઓ પાસે કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવે છે. આ સિવાય નર્મદા યોજના તેમજ કરજણ યોજનામાંથી વીજળી તેમજ પાણી દેશનાં અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવે છે અને એમાંથી પણ કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવે છે. નર્મદા જિલ્લો ડુંગરાળ વિસ્તારમાં હોવાથી ખાણ- ખનીજમાંથી સોનાની ખાણ જેવી આવક ઊભી કરવામાં આવે  છે.

હાલમાં છેલ્લાં દોઢેક વર્ષથી કોરોના મહામારીનાં સમયમાં હોસ્પિટલો તેમજ હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટર, નિષ્ણાત ડોક્ટરો, વેન્ટિલેટરનાં ઓપરેટરો, પેરા મેડિકલ સ્ટાફ, તેમજ અન્ય સ્ટાફનાં અભાવે હજારો આદિવાસીઓનાં મૃત્યુ થયાં છે પરંતુ સરકાર સાચાં આંકડાઓ છુપાવે છે અને આદિવાસીઓને પોતાનાં સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. આ બધો અન્યાય ગરીબ આદિવાસીઓ મુંગા મોઢે સહન કરી રહી છે. આ બાબતે ભરૂચનાં સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ ધણીવાર અવાજ ઉઠાવ્યો છે.

આદિવાસીઓની જમીનનાં ભોગે અરબો રૂપિયાની કમાણી સરકાર કરે છે. પરંતુ સરકાર તરફથી આદિવાસીઓ માટે વસ્તીનાં ધોરણે કોઇપણ સુવિધાઓ આપવામાં આવતી નથી જો આમ હવે પછી આમને આમ આ ગરીબ આદિવાસીઓ સાથે અન્યાય કરવામાં આવશે અને કોરોના મહામારી માટે સરકાર તરફથી વિશેષ પૂરતા પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં નહિ આવે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

 જ્યારે બીજી તરફ આદિવાસી વિસ્તારમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. ગાડી અને સુવિધા માટે રજૂઆત અને માંગણીઓ કરે છે તો તેમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવે છે. એમ જણાવી કરોડની આવક આદિવાસી વિસ્તારમાં વાપરવા નર્મદા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે  તથા ધારાસભ્ય નાંદોદ, સાંસદ છોટાઉદેપુર, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીને પણ રજૂઆત કરી છે.

 રિપોર્ટ :જ્યોતિ  જગતાપ,રાજપીપળા


Share

Related posts

આવો જાણીએ સ્વ.એહમદભાઈ પટેલનીજન્મ જયંતી એ તેમની રાજકીય કોઠા સુજ અને સાયરાના અંદાજમાં પોતાની વાત કહેવાની કુશળતા…

ProudOfGujarat

વિરમગામ તાલુકામાં વાહકજન્ય અનેપાણીજન્ય રોગચાળો અટકાવવા માટે કામગીરી હાથ ધરાઇ

ProudOfGujarat

જંબુસર વડોદરા હાઇવે પર ઉચ્છદ જૈયનીલ હોટલ પાસે અકસ્માતમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું મોત….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!