કોરોના વાયરસે બીજી લહેરમાં પોતાનો વિકરાળ પંજો શહેરી વિસ્તાર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાવતા કોરોના સંકમિતની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે સરકારી તંત્ર હરકતમાં આવી ગયુ છે. ત્યારે પોલીસ વિભાગે પણ પોતાની જવાબદારીના ભાગરૂપે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.
કોરોના વાયરસની બીજી લહેરમા ગ્રામ્ય વિસ્તારોમાં દિવસેને દિવસે સંકમિતોની સંખ્યા બેફામ પણે વધી રહી છે. સેંકડો લોકો મોતના મુખમાં ધકેલાઇ રહયા છે. તેવા સંજોગોમાં કોરોના વાયરસ બાબતે ગ્રામ્ય વિસ્તારની પ્રજામાં આ રોગ બાબતે પુરી જાણકારી નહિ હોવાથી સંક્રમિતની સંખ્યા તેમજ મૃત્યુ દર વધી રહ્યો છે. તેવા સંજોગોમાં ભરૂચ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ રથ થકી લોકજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે જેના ભાગરૂપે નેત્રંગ પોલીસ દ્વારા આ સુરક્ષા સેતુ રથ નેત્રંગ તાલુકાના પછાત ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અબુધ અને અભણ લોકોમાં કોરોના બાબતે જનજાગૃતિ લાવવાના હેતુથી નેત્રંગ ટાઉન સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને ટી.વી ના માધ્યમ દ્વારા કોરોના વાયરસ શુ છે, તેના લક્ષણો શું છે તેનાથી બચવા શુ ટકેદારી રાખવી જોઈએ. કોરોના વેકસીન લેવાથી શુ ફાયદા થાય વિગેરે સમજ આ લોકજાગૃતિ અભિયાન થકી આપવામાં આવી રહીં છે. પંથકના ગામડાઓમાં લોકો સમજ મેળવી રહયા છે.
નેત્રંગ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ રથ થકી કોરોના વાયરસને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન.
Advertisement