Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલામાં IPL મેચ ઉપર રમાતો સટ્ટા બેટીંગનો જુગાર પકડાયો.

Share

– એક તરફ લોકડાઉન, કોરોનાની માર, બીજી તરફ લોકો સટ્ટાબેટિંગમાં પૈસા કમાવવા નીકળ્યા.

– રાજપીપલા ટાઉન વિસ્તારમાં દવાખાનાની નીચે પાર્કિંગની જગ્યા IPL મેચમાં ક્રિકેટની મેચ ઉપર સટ્ટો રમાડતા આરોપી પકડાયો.

Advertisement

– રોકડ રકમ રૂ. ૧૬,૫૦૦/- તથા મોબાઇલ નંગ-૧ તથા હુન્ડાઇ ફોરવ્હીલ ગાડી- કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૨,૧૮,૫૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત.

રાજપીપલા ટાઉનમાં IPL મેચ ઉપર સટ્ટા બેટીંગનો જુગાર પકડાયો છે. એક તરફ લોકડાઉન, કોરોનાની માર, બીજી તરફ બેકાર લોકો સટ્ટાબેટિંગનો નવો ધંધો શરૂ કરી કેટલાક લેભાગુ લોકો પૈસા કમાવવા નીકળ્યા છે. જેમાં રાજપીપલા ટાઉન વિસ્તારમાં એક દવાખાનાની નીચે પાર્કિંગની જગ્યામા IPL મેચમાં ક્રિકેટની મેચ ઉપર સટ્ટો રમાડતો આરોપીને એલસીબી નર્મદા પોલીસે ઝડપીને કિ.રૂ.૨,૧૮,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા પોલીસ વડા હિકમર સિંહે જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદર્શનના અનુસંધાને એ.એમ.પટેલ, એલ.સી.બી.પીઆઈ ના સુપરવિઝન હેઠળ જીલ્લાના પ્રોહી, જુગારની ગેરકાયદેસર બદી નાબુદ કરવાની બાતમી મળેલ કે રાજપીપલા ટાઉન વિસ્તારમાં નિખીલ મહેતાના દવાખાનાની નીચે પાર્કિંગમાં એક ઇસમ હાલમાં ચાલી રહેલ IPL મેચમાં ક્રિકેટની મેચ ઉપર સટ્ટો રમી-રમાડી રહેલ હોય જે ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે એ જગ્યા ઉપર જઇ જુગારની રેઇડ કરતા આરોપી મનન જનકકુમાર બારોટ (રહે. બંગલા નં. ૪૦, આદિત્ય-૨, એસ.પી. કચેરી સામે રાજપીપલા તા.નાંદોદ) પોતાની હુન્ડાઇ ફોરવ્હીલ આઇ.૨૦ ગાડી નં. જી- જે-૨૨-એચ-૯૨૪૫માં ફોન ઉપર વાતચીત કરતો હોય તેને ઝડપી તેનો મોબાઇલ તપાસતા તેમાં ચાલુ ક્રિકેટ મેચના સેસન દરમ્યાન ક્રિકેટના સટ્ટો રમતો હોવાનું જણાઇ આવતા તથા તેની પાસેની નોટબુકમાં રૂપિયાની લેતી-દેતીના અલગ-અલગ હિસાબો મળી આવેલ. આરોપીના કબજામાંથી રોકડ રકમ રૂ. ૧૬,૫૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૨૦૦૦/- તથા હુન્ડાઇ ફોરવ્હીલ ગાડી-૧ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ. ૨,૧૮,૫૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીને અટક કરી રાજપીપલા પોલીસ મથક જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઉમરપાડા તાલુકાના ઉમરદા, ખોડાંબા અને વડપાડા ખાતે ‘વેક્સિન ઉત્સવ’ યોજાયો.

ProudOfGujarat

બોમ્બે હાઈકોર્ટે ઝડપી સુનાવણી કરવાની કંગનાની અરજી નકારી : કોર્ટે આપી 25 જૂનની સુનાવણીની તારીખ.

ProudOfGujarat

ભરુચ જીલ્લામાં છેલ્લા 2 દિવસમાં 30 ઉપરાંતના જુગારીયોઓને લાખોની મત્તા સાથે પોલીસે ઝડપી પાડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!