Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા નગરપાલિકામાં પાંચ વર્ષ પછી પહેલીવાર નવી બોડીમાં કમિટીઓની રચના કરાઈ.

Share

– કુલ 19 કમિટીઓના ચેરમેનની વરણી.

– ત્રણ સદસ્યોને બે-બે કમિટીની લ્હાણી.

Advertisement

– તમામ કમિટી ચૂંટાયેલ ભાજપાને ફાળે.

– વિરોધ પક્ષને ફાળે ખાતું નહીં પણ એક માત્ર અપક્ષ વિજેતા મહિલા સદસ્ય સાબેરાબેન શેખને એપેલેટ સમિતિ ફાળવાઈ.

– પાલિકા પ્રમુખ ઉપપ્રમુખે પોતાના માટે એક પણ ખાતું રાખ્યું નહીં.

રાજપીપલા નગરપાલિકામાં પાંચ વર્ષ પછી આજે પહેલીવાર નવી બોડીમાં વિવિધ 19 જેટલી કમિટીઓની રચના કરાઈ હતી અને દરેક કમિટીના ચેરમેનોની જાહેરાત કરાઈ હતી. કુલ 19 કમિટીઓના ચેરમેનની વરણીમાં ત્રણ સદસ્યોને બે-બે કમિટીની લ્હાણી કરાઈ હતી. જોકે તમામ કમિટી ચૂંટાયેલ ભાજપાના સદસ્યોને ફાળે ગઈ હતી. વિરોધ પક્ષને ફાળે આમ તો ખાતું આવ્યું નથી પણ એક માત્ર અપસેટ કહી શકાય એવું એક માત્ર અપક્ષ તરીકે વિજેતા થયેલા વોર્ડ નં. 1 ના મહિલા સદસ્ય સાબેરાબેન શેખને એપેલેટ સમિતિ ફાળવવામાં આવતા પાલિકા વર્તુળમાં આશ્ચર્યનું મોજું પણ ફરી વળ્યું છે.

જોકે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને ઉપપ્રમુખે પોતાના માટે એક પણ ખાતું રાખ્યું નહોતુ અને બીજા સદસ્યોને વહેંચી દઈ ત્યાગનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજની 19 કમિટીના ચેરમેનની થયેલી વરણીમાં

1)કારોબારી ચેરમેન તરીકે સપનાબેન રમેશભાઈ વસાવા, 2)ટાઉન પ્લાનીંગ: નામદેવભાઈ અરવિંદભાઈ દવે, 3) બાંધકામ કિંજલબેન સંજયભાઈ તડવી, 4) સેનેટરી : ધર્મિષ્ઠાબેન કમલેશભાઈ પટેલ, 5) એપોઈન્ટ : મેન્ટલીલાબેન સુરેશભાઈ વસાવા, 6)ગાર્ડન : આશીષભાઈ વિનોદભાઈ ડબગર, 7) લાઈટ : વૈશાલીબેન પ્રગ્નેશભાઈ માછી, 8) વાહન : ગિરિરાજસિંહ મહેન્દ્રસિંહ ખેર, 9) પરચેઝ : આશીષભાઈ વિનોદભાઈ ડબગર, 10) એપેલેટ :સાબેરાબેન રજાકભાઈ શેખ, 11) ટાઉન હોલ : વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ ગોહિલ, 12) રમત ગમત: વૈશાલીબેન પ્રગ્નેશભાઈ માછી, 13)વોટર વર્ક્સ :અમિષાબેન ભટ્રેશભાઈ વસાવા, 14)લાયબ્રેરી : પ્રગ્નેશમાર મહેન્દ્રભાઈ રામી, 15)ભૂગર્ભ ગટર યોજના : કાજલબેન પંકિલભાઈ પટેલ, 16)લીગલ: કાજલબેન રામચંદ્ર કાછીયા, 17) જૈવિક વિવિધતા વ્યવસ્થાપન :કાજલબેન રામચંદ્ર કાછીયા 18) પસંદગી : લીલાબેન સુરેશભાઈ વસાવા અને 19)
એન્યુએબલ : મીરાબેન ભવાનીપ્રસાદ કહારનો સમાવેશ કરાયો છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

પ્રસિદ્ધ એકટર ઈરફાન ખાનની ૫૩ વર્ષની વયે અલવિદા…

ProudOfGujarat

રાજપીપળા ખાતે ચૂંટણી સાથે સંકળાયેલ અન્ય સ્ટાફ સહિત કુલ ૭૦ જેટલાં અધિકારીઓને ચૂંટણીલક્ષી ફરજ માટે તાલીમ અપાઇ.

ProudOfGujarat

બંબાખાના જીન કમ્પાઉન્ડમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં બાંધકામ બાબતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!