Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા કલેકટરે રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ સંકુલની મુલાકાત લીધી.

Share

– નર્મદા કલેક્ટરે PPE કીટ પહેરીને રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓના પૂછ્યાં ખબરઅંતર, સારવાર–સુવિધાઓ અંગે મેળવેલી જાણકારી.

– ICU માટે, જનરલ વોર્ડ માટે, વેન્ટીલેટર માટે અને ઓક્સિજન બેડ માટે ઇન્સ્ટોલ કરાયેલી અલગ અલગ લાઇનોની કામગીરીનું પણ જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે કરેલું નિરીક્ષણ.

Advertisement

– જિલ્લામાં જરૂરીયાત મુજબના ઓક્સિજનના જથ્થા ઉપલબ્ધિ માટે થઇ રહેલું સઘન મોનિટરીંગ.

રાજપીપલા : નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે આજે રાજપીપલા આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલની લીધેલી મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર શાહે PPE કીટ પહેરીને હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડ, આઇસોલેશન વોર્ડ અને જનરલ વોર્ડમાં સારવાર હેઠળના કોરોનાના પોઝિટીવ દર્દીઓની મુલાકાત લઇ તેમના ખબરઅંતર પૂછ્યાં હતાં અને તેમને મળતી સારવાર અને સુવિધાઓ અંગેની જાણકારી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો.

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે કોવિડ-૧૯ હોસ્પિટલની લીધેલી મુલાકાત બાદ જણાવ્યું હતું કે, રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે આપણી પાસે ૧૦૦ બેડ હતાં, તેમાંથી ૯૨ જનરલ અને ૮-ICU વેન્ટીલેટર ફેસીલીટીવાળા એટલે કે ઓક્સીજન ફેસીલીટીવાળા બેડ હતાં, જે વધતાં જતાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય સરકાર-આરોગ્ય વિભાગની સૂચના અને જિલ્લા પ્રભારી સચિવની સતત સૂચના અને સુપરવિઝન-મોનીટરીંગના ભાગરૂપે લેવાયેલા સ્ટેટેજીક નિર્ણય પૈકી તાત્કાલિક અસરથી ઓક્સિજનની નવી ૩ અલગ અલગ લાઇનો ઇન્સ્ટોલ કરવામાં આવી છે, ICU માટે, જનરલ વોર્ડ માટે, વેન્ટીલેટર માટે અને ઓક્સિજન બેડ માટે અલગ અલગ લાઇનો ઇન્સ્ટોલ કરાઇ છે, તેના કારણે ઓક્સિજનવાળા-૦૮ બેડની સંખ્યા હવે ૮૨ બેડ કરી દીધી છે. અગાઉ ૮ જ બેડ ઓક્સિજનવાળા હતા એટલે આપણી પાસે ૯૦ ઓક્સિજન સિલીન્ડર હતાં, તેમાં પણ રાજ્ય સરકાર-આરોગ્ય વિભાગ અને જિલ્લા પ્રભારી સચિવશની મદદથી તાત્કાલિક નવા ઓક્સિજન સિલીન્ડર ખરીદવામાં આવ્યાં છે, એટલું જ નહીં તેની સાથોસાથ ૧ હજાર લીટરની એક એવી બે અને ૨૦૦ લીટરવાળી બે ટેન્ક લિક્વીડ નાઇટ્રોજનની આપણે ઓક્સિજન ટેન્ક ખરીદ કરવામાં આવી છે. આ ટેન્કમાં લિક્વીડ ઓક્સિજન હોય છે, જે સિલીન્ડર હોય છે, આ બન્નેની ભરવાની પણ વ્યવસ્થા કરી છે. રાજય સરકારનો સ્ટેટ કંટ્રોલરૂમ છે તેમના તરફથી નર્મદા જિલ્લાને ૨૪x૭ સતત મદદ મળી રહી છે. અને તેના કારણે અલગ અલગ મેન્યુફેકચરર્સ પાસેથી સરળતાથી ટેન્ક અને સિલીન્ડર બંને ભરી શકીએ છીએ,

જિલ્લા કલેકટરે તેમની કોવિડ-૧૯ હોસ્પિટલ સંકુલની આ મુલાકાત દરમિયાન હાઉસ કિપીંગ, સિકયુરીટી, પીવાના પાણી, બે ટાઇમ ચા-નાસ્તો, લંચ-ડીનરની વ્યવસ્થા અને દવાનો પૂરતો જથ્થો માસ્ક, સેનેટાઇઝેશન વગેરેની જાણકારી પણ મેળવી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નાંદોદના ધારાસભ્ય પી.ડી વસાવાએ વિધાનસભામાં ગુજરાતની કોલેજ શિક્ષણ અને ભરતી પ્રશ્ને પ્રશ્નો ઉઠાવ્યા.

ProudOfGujarat

“रेस 3” के सुपरहॉट गाने के लिए सलमान और जैकलीन ने शुरू की शूटिंग!

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!