– ભાજપના કાર્યકરો કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનોને બે ટાઈમ ભોજનની સેવા આપી રહ્યા છે.
રાજપીપળા કવર હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે તેમના સગા વ્હાલાઓને દયનીય સ્થિતિ છે. ત્યારે તેમને મદદરૂપ થવા નર્મદા જિલ્લા ભાજપના કાર્યકરો આગળ આવ્યા છે. નર્મદાના ભાજપના કાર્યકરોએ છેલ્લા સાત દિવસથી કોવીડ-19 હેલ્પલાઇન ચાલુ કરી છે. જેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. એટલું જ નહીં ભાજપના કાર્યકરો કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનોને બે ટાઈમ ભોજનની સેવા આપી રહ્યા છે. અહીં રહેતું થયેલું માનવતાનું ઝરણું વહેતું થયું છે.
કાર્યકરોના જણાવ્યા અનુસાર તા. 26-04-2021 ના રોજ નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કરેલ કોવિડ-19 હેલ્પલાઇનના ચાલુ કરી હતી. જે આજે પણ અવિરત સેવા ચાલુ રાખી છે. ઉપરાંત દર્દીના પરિવારજનોને બપોરે તથા રાત્રિનું ભોજન પણ કરાવે છે તથા લોકોના પ્રશ્નોનુ નિરાકરણ લાવ્યું છે. નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ધનશ્યામભાઈ પટેલ તથા જિલ્લા મહામંત્રી નિલરાવભાઈએ પોતે કોવિડ હોસ્પીટલમા દર્દીઓ, દર્દીઓના પરીવારજનો તથા હોસ્પીટલ સ્ટાફ સાથે રહી આખો દિવસ સમસ્યાઓ ઉકેલીને સેવા પૂરી પાડી હતી. આ સેવાકીય કાર્ય દરમિયાન રાજપીપળા શહેર મહામંત્રી અજીતભાઇ પરીખ, જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ વિક્રાંતભાઈ વસાવા, રાજપીપળા એપીએમસી ચેરમેન દિનેશભાઇ પટેલ, રજનીભાઈ, શંકરભાઈ તડવી, તથા પ્રેમ વસાવા ઉપસ્થિત રહી સેવા આપી રહ્યા છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા