Proud of Gujarat
FeaturedGujaratINDIA

તિલકવાડા તાલુકાનાં પીંછીપુરા ગામમાં અશ્વિની નદીનાં કિનારે મગરે 8 વર્ષની બાળકીને ફાડી ખાતા ચકચાર.

Share

રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પીંછીપુરા ગામે નદીના કિનારે કપડાં ધોઈ રહેલી જનેતાની નજર સામે એક મગરે એની 8 વર્ષની બાળકીને ફાડી ખાવાની ઘટનાએ ચકચાર જગાવી છે. 8 કલાક બાદ વન વિભાગે નદીમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો, ત્યારબાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાની કડાઈ ગામનો એક પરિવાર તિલકવાડા તાલુકાના પીંછીપુરા ગામે ખેતમજૂરી કરવા આવ્યો હતો એ પરિવારની મહિલા પોતાની 8 વર્ષની દીકરી પાયલ જેન્તિભાઈ ડુંગરાભીલને લઈ નજીકની અશ્વિની નદીના કિનારે કપડાં ધોઈ રહી હતી એ દરમિયાન જોતા જોતામાં જનેતાની નજરની સામે નદીમાંથી બહાર આવેલો મહાકાય મગર 8 વર્ષની બાળકી પર હુમલો કરી પાણીમાં ખેંચી ગયો હતો. દરમિયાન જનેતાએ ચિચિયારીઓ પાડતા આસપાસના લોકો ત્યાં એકત્ર થઈ ગયા હતા.

તો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારી વિક્રમસિંહ ગભાણીયા સહીતની ટિમો ઘટના સ્થળ પર દોડી આવી હતી. લગભગ 7-8 કલાકની મહેનત બાદ આખરે બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બાદ બાળકીના મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલ પર પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો હતો. બીજી બાજુ ગામ લોકોનું કહેવું છે કે આ નદીમાં 7 થી 8 મગર રહે છે. આગળ પણ આવા બનાવો બની ચૂકયા છે તો ફોરેસ્ટ વિભાગ મગરોને જલ્દી પકડે એવી ગામ લોકો માગ કરી રહ્યાં છે.

Advertisement

વન વિભાગના અધિકારી વિક્રમસિંહ ગભાણીયાના જણાવ્યા મુજબ મગરે જ્યાં ઈંડા મુક્યા હતા ત્યાં બાળકીને ખેંચી ગયો હતો, આટલો બધો સમય પાણીમાં રહેવાથી બાળકીનું મૃત્યુ થયું છે. મગરે બાળકીના પગ અને હાથ પર ઈજા કરી છે. અમારી ટીમોએ નદીની આસપાસ પિંજરાઓ મૂકી બીજા મગરોને પકડવાની તજવીજ હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

રાજપીપલા ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઇ વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે ૨ લાભાર્થી બાળકોને કિટ અને ઓનલાઇન પેમેન્ટના મંજૂરીપત્રો કરાયાં એનાયત.

ProudOfGujarat

ગુજરાતના યુવાને બાબાસાહેબ આંબેડકરની પેઇન્ટિંગ બનાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

ProudOfGujarat

ભરૂચમાં મેઘરાજાના મેળાની તૈયારીઓ શરૂ.વેપારીઓએ સ્ટોલ બાંધવાની શરૂઆત કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!