Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કોવિડ સ્મશાન સાથે દશાશ્વમેધ ઘાટનાં સ્મશાને પણ અગ્નિદાહ માટે લાગી લાઈનો…

Share

ભરૂચ જીલ્લા માટે એપ્રિલ મહિનો ધાતક બન્યો છે. ભરૂચ જીલ્લામાં કોવિડ-19 માં આ મહિનામાં મૃતકોની સંખ્યા પાંચસોને પાર કરી ગઈ છે.

મળતી વિગતો અનુસાર ભરૂચ જિલ્લાનાં કોવિડ સ્મશાનમાં આ મહિનામાં કોરોનાથી થતાં મૃત્યુ આંક અત્યંત ઊંચો ગયો છે. આ મહિનામાં કોરોના સંક્રમિતનાં કુલ 547 મૃતદેહનાં સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ કોવિડ સ્મશાન સાથે ભરૂચનાં દાંડિયાબજાર દશાશ્વમેધ ઘાટનાં સ્મશાન પર પણ અગ્નિદાહ માટે વેઇટિંમાં લાઈનો લાગી હતી. આમ છતાં કુદરતી રીતે મોતને ભેટેલા મૃતકોની સંખ્યા 270 થઈ છે. ભરૂચમાં આ એક જ એપ્રિલ મહિનામાં કુલ મૃતકોની યાદી 817 થઈ છે.

અહીં નોધનીય છે કે સમગ્ર ગુજરાતમાં ભરૂચ જિલ્લો કોરોના સંક્રમણમાં પણ દ્ધિતીય સ્થાને છે તો ભરૂચમાં કોરોનાથી થતાં મૃત્યુદર સૌથી વધુ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : મુન્શી આઈ.ટી.આઈ.માં ઓવરસિસ કરિયર કાઉન્સેલિંગનો સેમિનાર યોજાયો.

ProudOfGujarat

અનુચ્છેદ 370, 359 ના નાબૂદીના સમર્થનમાં ભારત એકતા કૂચ .

ProudOfGujarat

પ્રોહીબિશન નાં ગુના નો આરોપી ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!