ભરૂચમાં ખાનગી લેબોરેટરીઓની બહાર કોરોનાનાં ટેસ્ટ માટે લોકોની લાંબી કતારો લાગી છે. વધતાં કોરોનાનાં સંક્રમણને કારણે ડોકટરો દ્વારા વધુ પડતાં કોરોનાનાં ટેસ્ટ કરવાની સલાહ આપતા હોય છે આથી ભરૂચમાં RTPCR નાં ટેસ્ટ માટે ખાનગી લેબમાં લોકોના ટોળેટોળાં ઉમટયાં હતા.
ભરૂચ જીલ્લો કોરોના સંક્રમણમાં અને મૃત્યુદરમાં રાજયમાં બીજા ક્રમાંકે આવે છે ત્યારે ભરૂચમાં વધતાં કોરોનાનાં સંક્રમણમાં લોકોને RTPCR નાં ટેસ્ટ કરવાના હોય, સરકાર દ્વારા હજુ સુધી ભરૂચ સિવિલમાં RTPCR નાં ટેસ્ટની સગવડ ના હોય આથી ભરૂચની ખાનગી લેબોરેટરીઓમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ભરૂચની તમામ ખાનગી લેબમાં RTPCR નાં ટેસ્ટ માટે લોકોનો મોટા પ્રમાણમાં જમાવડો જોવા મળ્યો હતો.
Advertisement