Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ તથા ગરૂડેશ્વર તાલુકાનાં ખેડૂતો માટે જમણા કાંઠાનું નહેરનું કામ ખૂબ જ ખરાબ અને ગુણવત્તાવાળું થતું ન હોવાનો સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ.

Share

– સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને નહેરના કામોમાં વેઠ ઉતરાઈ હોવાની જાણ કરી.

– ચાર દિવસ પહેલા સ્થળ મુલાકાત લીધા પછી પણ કામમા સુધારો ન થતા સાંસદ ગિન્નાયા.

Advertisement

રાજપીપલા : નાંદોદ તથા ગરૂડેશ્વર તાલુકાના ખેડૂતો માટે જમણા કાંઠાનું નહેરનું કામ ખૂબ જ ખરાબ અને ગુણવત્તાવાળું થતું ન હોવાનો આરોપ લગાવતા સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે.

જેમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં નાંદોદ તથા ઝઘડીયા, વાલીયા તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. જેમાં ડાબા કાંઠાની નહેરોનું નવીનીકરણ થોડા સમય પહેલાં પૂર્ણ થયું છે. પરંતુ નાંદોદ તથા ગરૂડેશ્વર તાલુકાના ખેડૂતો માટે જમણા કાંઠાનું નહેરનું કામ હમણાં થોડા દિવસો પહેલા જ ચાલુ કરવામાં આવેલ છે. મે ચાર દિવસ પહેલા સ્થળ મુલાકાત લીધી હતી ખૂબ જ ખરાબ કામ થતું હતું જે બાબતે મે જવાબદાર અધિકારીઓને ધ્યાન દોરેલું છતાં પણ કામ જે સુધારો કરવો જોઈએ તે કર્યા વિના કામ ચાલુ છે. તેથી આ ખેડૂતોના હિતમાં કામ છે ખૂબ જ ખરાબ કામ થઇ રહ્યું છે. તે ગુણવત્તાવાળું થાય તે માટે ઘટતું કરવા પત્ર લખતા ચકચાર મચી જવા પામી છે.

રિપોર્ટ : જ્યોતી જગતાપ, રાજપીપળા


Share

Related posts

માંગરોળનાં રાટોટી ગામે પશુઓને ચરાવવા ગયેલો વૃદ્ધ ગુમ થયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના વાલિયા.નેત્રંગ.તેમજ ઝઘડિયા તાલુકા ના કેટલાય ગામો માં આજ રોજ સાંજ ના સમયે ધરતીકંપ ના આંચકા અનુભવાતા લોકો માં ઘરભરાત ફેલાયો હતો

ProudOfGujarat

પાલેજ નજીક સીમલિયા ગામે કાયમી તલાટી નિમણૂક કરવાં માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!