Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાનાં રાજપીપળા નગરપાલિકાનાં સત્તાધીશો તથા મુખ્ય અધિકારી પરાક્રમસિંહ ટી મકવાણા દ્વારા થતું શોષણ બાબતે રાજપીપળા નગરપાલિકા અને કર્મચારીઓની ફરિયાદ.

Share

રાજપીપળા : નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકાના સત્તાધીશો તથા મુખ્ય અધિકારી પરાક્રમસિંહ ટી મકવાણા દ્વારા થતું શોષણ બાબતે રાજપીપળા નગરપાલિકા અને કર્મચારીઓએ ફરિયાદ કરી છે.

રાજપીપળા નગરપાલિકા યુનિયનના પ્રદેશ ઉપપ્રમુખ કિરણ સોલંકી ભરૂચને ફરિયાદ મળતા સ્થાનિક સમાજના આગેવાન અને નગરપાલિકા વિરોધપક્ષના સભ્ય કમલ સોલંકી તથા તમામ રોજમદાર સફાઈ કામદારોની ઉપસ્થિતી સાથે મુખ્ય અધિકારીની રૂબરૂ મુલાકાત લીધી હતી અને કર્મચારીઓને થતુ શોષણ બંધ કરવા તથા તેમના હક્ક અને અધિકારો આપવા બંને આગેવાનોએ તેજાબી રજુઆત કરી હતી. સફાઈ કામદારોની રોજબરોજની સફાઈ કામગીરીમાં વિસ્તારોનો વધારો કરી એકની જગ્યાએ ત્રણ સુપર વાઈઝર અને બે પટાવાળા સહીત એક કામદારની પાછળ કામ કરે છે કે નહી તે દેખરેખ રાખવા, તેમને પાણી પીવા ના જવાદે, કુદરતી હાજતે ના જવાદે બળજબરી પૂર્વક જેટલો મોટો વિસ્તાર હોય એક કામદારે પૂરો સફાઈ કરવાનો છે . આવી કામગરી શું આ અમાનવી વર્તનના કેહવાય ? એમને હક્ક અધિકારના મુદ્દાઓ તો સંતોષતા નથી ત્યા શોષણ કરી માન્સીક ત્રાસ આપવામા આવે છે. આ મુદ્દાઓનુ તાકીદે નિરાક્રણ આવે તે માટે વર્ષો થી રોજમદાર તરીકે નિષ્ઠાથી સફાઈની કામગીરી કરતા આવેલા કર્મચારીઓને સરકારના નિયમ મુજબ સીધીભરતી નિયમ હેઠળ આવરી લઇ કાયમી કરવા, નગરપાલિકા અધિનિયમ હેઠળ રોજમદાર સફાઈ કામદારોને અવશાન થાય ત્યારે કે રીટાયર્ડની ઉમર થાય ત્યારે ગ્રેજ્યુટી આપવી,ઈ.પી.એફ તથા, મેડિક્લેઈમ તથા સફાઈની કામગીરીમા નવા વિસ્તારોનો વધારો કર્યો તે જુના વિસ્તાર પ્રમાણે કામગીરી સોંપવી જેવા સહીતના પાયાના મુખ્ય મુદ્દાઓને લય રજુઆત કરવામા આવી હતી.આ મુદ્દાઓ બાબતે અગાઉ હડતાર પણ પાડી હતી. ત્યારે આજ દીન સુધી આ હક્ક અને તેમના અધિકારોના મુદ્દાઓ સંતોષ્યા નથી. જોકે મુદ્દાઓનુ નિરાકરણ લાવવા મુખ્ય અધિકારીએ ખાત્રી આપી હતી અને જુના વિસ્તાર મુજબ તમામ કામદારોને કામ સોંપવામા આવશે એવી ખાતરી આપી હતી.

Advertisement

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા


Share

Related posts

નર્મદા જિલ્લાના ગોરા ગામના અસરગ્રસ્તોએ પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

સરકારી ઇમારતોમાં છતો પરથી પોપડા અને ફ્લોરમાંથી ટાઇલ્સ કેમ ઉખડી રહી છે? જાણો ક્યાં,ક્યારે અને કેમ?

ProudOfGujarat

ભરૂચ : બાળ પ્રતિભા શોધ નિબંધ સ્પર્ધામાં બાકરોલ શાળાની વિદ્યાર્થીની જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા શાળાનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!