નાનપુરા કાદરશાની નાળ નજીક હબીબ શા મહોલ્લામાં બપોરે એક કાચું મકાન ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મકાનમાં રહેતા સભ્યો બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો. આ ઘટનાનાં પગલે ફાયર બ્રિગેડ અને પાલિકાના અધિકારીઓએ દોડી આવ્યા હતા. મકાનનો બાકી ભાગ ઉતારી પાડવાની કામગીરી સાથે માલિકને નોટિસ પાઠવી હતી.
નાનપુરા કાદરશાની નાળ સ્થિત ખાખી બાવાનાં મંદિર પાસે હબીબ શા નો મહોલ્લો આવેલો છે. આ મહોલ્લામાં ત્યાં રીઝવાન ફારૂકભાઈ શેખ અને તેમનો પરિવાર જર્જરિત મકાનમાં રહેતો હતો. શનિવારે બપોરનાં એક વાગ્યાનાં અરસામાં અચાનક જ રીઝવાનભાઇનું મકાન નમી પડયું હતું. જોતજોતામાં પાતરનાં શેડ સાથે મકાન ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે પરિવારનાં સભ્યો ઘરની બહાર દોડી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ હબીબ શા મહોલ્લાનાં રહીશોનાં લોકટોળા ઉમટી પડયા હતા. આ ઘટના અંગે ફાયર બ્રિગેડ અને પાલિકાને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાલિકાએ ધરાશાયી થયેલા મકાનનો અન્ય ભાગ ઉતારી પાડવાની કામગીરી હાથ ધરી હતી.પાલિકાનાં અધિકારીઓને મકાન માલિકને નોટિસ પાઠવી હતી. મકાન ધરાશાયી થતાં ઘર વખરીનો સામાન કાટમાળ નીચે દબાઈ ગયો હતો. રમઝાન મહિનામાં મકાન ધરાશાયી થવાના કારણે પરિવાર રસ્તા પર આવી ગયો છે.
સુરત : નાનપુરા હબીબ શા મહોલ્લામાં જર્જરિત મકાન ધરાશાયી થતાં ભાગદોડ મચી.
Advertisement