ભરૂચ અને અંકલેશ્વરમાં આગામી શનિ-રવિની રજાઓમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ અત્યંત કથળતી જાય છે તેમાં પણ ભરૂચમાં કોરોના સંક્રમણનું પ્રમાણ અત્યંત વધ્યું છે તે માટે અંકલેશ્વર અને ભરૂચમાં નગરપાલિકાના પ્રમુખ દ્વારા તા.24/4/21 ને શનિવારના સાંજે 4 વાગ્યાથી તા.26/4/21 ના રોજ સોમવારે સવારે 6 વાગ્યા સુધી કોવિડ-19 નું સંક્રમણ ઘટાડવા માટે સ્વયંભૂ લોકડાઉનની અપીલ કરવામાં આવી છે. આથી જાહેર જનતાને જણાવાયું છે કે સરકારી ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું.
Advertisement