Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોવિડમાં મૃત્યુ પામેલા દર્દીઓનાં અંતિમ સંસ્કાર માટે રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજનાં યુવાનોની માનવતાભરી કામગીરી.

Share

– રાજપીપળા કોલેજ હોસ્પિટલમાં છેલ્લા 21 દિવસમાં 58 દર્દીઓના મોત વૈષ્ણવ સમાજે અંતિમવિધિ કરી.

– સરકારી આંકડા અને વાસ્તવિક આંકડામાં ભારે તફાવત, સરકારી ચોપડે માત્ર ત્રણ જ મોત થયા છે !

Advertisement

રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. જેમાં એપ્રિલ મહિનામાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ આંક પણ વધ્યો છે. જેમાં 2 એપ્રિલથી 21 એપ્રિલ સુધીમાં રાજપીપળા કોવીડ હોસ્પિટલમાં 58 જેટલા દર્દીઓના મોત થયા છે. એ બાબત અગત્ય ગંભીર કહી શકાય, જોકે સરકારી ચોપડે માત્ર ત્રણ જ મોત દર્શાવ્યા છે.

મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર માટે વૈષ્ણવ-વણીક સમાજ રાજપીપળાએ જવાબદારી સંભાળી માનવતાનું કામ કરી રહ્યા છે. ત્યાં આ તમામના રાજપીપળા કોવીડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર થયા છે. ત્યારે આવી માનવતાભરી જવાબદારી સંભાળનાર રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજના યુવાનો હાલની વિકસ સ્થિતિમાં નાત જાતના ભેદભાવ વિના સાચે જ એક ઉમદા કાર્ય કરી રહ્યા છે જે બિરદાવવા લાયક છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ દ્વારા નૂતન સુવિધા ઈન્ટરેસ્ટ ઓન્લી હોમ લોનની રજૂઆત.

ProudOfGujarat

દહેજની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા મજૂરના પગ ઉપર લોખંડની પ્લેટ પડતા પહોંચી ગંભીર ઈજાઓ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પેઇન્ટીંગ વર્કશોપનો એમિટી સ્કુીલ ખાતે થયેલ શુભારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!