દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે જી.સી.ઈ.આર.ટી દ્વારા ધોરણ 3 થી 8 ની તારીખ 27 થી સામાયિક કસોટી લેવાનું નક્કી કરેલ હતુ જે બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા કોરોના મહામારીના આવા સમયે સામાયિક કસોટી ન યોજવા શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી જે બાબતે જી.સી.ઈ.આર.ટી ના સચિવ દ્વારા આજરોજ સામાયિક કસોટી મોકૂફ રાખવા અંગેનો પરિપત્ર કરવામાં આવેલ છે. આમ હવે કસોટી લેવાની રહેતી નથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ હંમેશા શિક્ષકોના પ્રશ્નોની સચોટ રજૂઆત કરતુ રહ્યું છે અને તેનું પરિણામ પણ સકારાત્મક મળે છે. આ પરિપત્ર કરાવવા બદલ સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદ ભાઈ ચૌધરીએ ડો વિનોદ રાવ સાહેબ, સચિવ જી.સી.ઈ.આર.ટી, રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ, મહામંત્રી સતિષભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ છે એમ અખબારી યાદીમાં જણાવેલ છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતનું પરિણામ : એપ્રિલ માસમાં યોજવામાં આવનાર એકમ કસોટી અંતે રદ કરવામાં આવી.
Advertisement