Proud of Gujarat
FeaturedGujaratINDIA

રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ નદી પરનો પુલ વચ્ચેથી બેસી પડતા આજથી પુલ બંધ કરાયો.

Share

ગઈ કાલે રામગઢ અને રાજપીપળાને જોડતો  કરજણ નદી પરનો પુલ  વચ્ચેથી બેસી પડતા વહેતા થયેલા અમારા  સમાચાર અહેવાલની મોટી અસર થઈ હતી અને પડઘો પડ્યો હતો  અને આજે વધુ બીજે દિવસે વધુ બે પિલ્લરોને નુકશાન થતા જોઈન્ટમાંથી તિરાડો વધુ પહોળી બની બે સ્લેબ બેસી જતા પુલ અત્યંત જોખમી બન્યો હતો જેને કારણે તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું અને આજથી આ  પુલને બંધ કરવામાં આવ્યો હતો. 

જોકે  ફોર વ્હીલર અને ભારે વાહનોની અવરજવર બંધ કરાઈ હતી અને માત્ર દ્વિચક્રી વાહનો માટે પુલ ચાલુ રખાયો હતો. આજે માર્ગ મકાન વિભાગ દ્વારા રોડની બંને સાઇડે બેરિકેડ અને રેલિંગ સળિયા મારી મોટાં વાહનો માટે માર્ગ બંધ કરી દેવાયો હતો. જોકે આજે બીજે દિવસે વધુ બે પિલ્લરોને નુકશાન થતા જોઈન્ટમાંથી તિરાડો વધુ પહોળી બની હતી અને બે સ્લેબ બેસી જતા પુલ અત્યંત જોખમી બન્યો હતો. ગઈ કાલે પુલ બેસી ગયો હોવા છતાં ભારે વાહનોના લોડને કારણે આજે બીજા બે પિલ્લરને પણ નુકશાન થયું હતું. આમ પુલનું કામ તકલાદી હોવાનું પુરવાર થયું હતું. માંડ છ મહિના પહેલા લોકર્પણ વગર ચાલુ કરી દેવાયેલ પુલના તકલાદી બાંધકામ સામે ફરી સવાલો ઉઠ્યા હતા.  વચ્ચેથી બેન્ડ થઈ ગયેલા પુલના તકલાદી કામની તપાસ અને સમારકામની  માંગ ઉઠી છે. સરકાર કરોડોના ખર્ચે નવા પુલ બનાવે છે પણ ગુણવત્તા ન જળવાતા ભ્રષ્ટાચાર અને ખાયકીને કારણે નબળા પુલ બનતા હોય છે ત્યારે આની સઘન તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ ઉઠી છે.  

રાજપીપળા ખાતે આવેલ કરજણ નદી ઉપર  હમણાં થોડા વખત પહેલા સામે પાર આવેલ રામગઢ ગામ અને રાજપીપળાને જોડતો કરજણ નદી ઉપર નવો પુલ બનાવ્યો  હતો. જે ટૂંકા ગાળામાં જ વચ્ચેથી આજે અચાનક  બેન્ડ વળી ગયો હતો. અને વચ્ચેથી બેસી ગયેલો દેખાતો હતો. બંને સાઇડના કાંગરા પણ તૂટી ગયાં હતા.   

અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલના બાંધકામનું કામ કઈ એજન્સી અને ક્યાં  કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું ? તેમણે આ તકલાદી  કેવી કામગીરી કરી છે ? તેની તાત્કાલિક તપાસ થવી જોઇએ અને કોન્ટ્રાક્ટરો અને એજન્સી સામે કાયદેસરના પગલા લેવા જોઈએ. તેમજ તેની સામે તમામ ખર્ચ વસુલ કરાવી પુલનું સમારકામ કરાવવું  જોઈએ. સાંસદ મનસુખભાઈ પોતે આ પુલની  મુલાકાત લે અને નિરીક્ષણ કરે. તેમજ આ પુલ બેસી કેવી રીતે ગયો તેની  તાત્કાલિક તપાસ કરાવે અને  જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવડાવે તેવી  પણ લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલાલા 


Share

Related posts

જૂનાગઢ-કેશોદમાં મોડી રાત્રે બિલ્ડરની હત્યા..માથા અને ચહેરા પર બોથડ પદાર્થ મારી કરાઈ હત્યા-બિલ્ડરનાં સોનાનાં ઘરેણાંની કરવામાં આવી લૂંટ…!!

ProudOfGujarat

ભરૂચ : કૃષિ બિલનાં વિરોધમાં ઝઘડિયા એપીએમસી એક દિવસ બંધ રહ્યુ.

ProudOfGujarat

ડેડીયાપાડા ખાતેથી બોગસ ડોક્ટર ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!