એક વખતનો મુસાફરોથી ધમધમતો રાજપીપલા એસ.ટી ડેપોમા કોરોનાની મહામારી અને અને વધતી જતી ગરમીને કારણે મુસાફરોની સંખ્યા ઘટી જવા પામી છે. આ અંગે રાજપીપલા એસ.ટી ડેપોના ટ્રાફિક ઇન્સ્પેકટર દિનેશ રાવલે માહિતી આપતા જણાવ્યું હતું કે કોરોનાને કારણે મુસાફરો બસમાં પ્રવાસ કરતા ઓછા થયા છે જેને કારણે રાજપીપળા એસ. ટી ડેપોની આવક ઉપર અસર જોવા મળી છે.
રાજપીપલા એસ.ટી ડેપોમાં 52 શિડ્યુલમાં બસો દોડતી હતી પણ કોરોનાને કારણે મુસાફરોની સંખ્યા ઘટી જતા અને આવક ઓછી થઈ જતા હવે 52 પૈકી 32 રૂટ બંધ કરવામાં આવ્યા છે. હાલ માત્ર ૨૦ રૂટ પર બસો દોડી રહી છે જેને કારણે આવકમાં પણ મોટો ઘટાડો થયો છે. તે દર મહિને રાજપીપળા એસ.ટી ડેપોની આવક માસિક સાડા ચારથી પાંચ લાખ રૂપિયા થતી હતી. તેની સામે કોરોના કાળમાં માત્ર બે લાખની આવક થાય છે. રોજની એસ.ટી ડેપોને અઢીથી ત્રણ લાખની ખોટ જઈ રહી છે.
બીજી તરફ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર અને સરકારની ગાઇડલાઇન મુજબ ડ્રાઇવર અને કંડકટર તથા સ્ટાફ કર્મચારીઓમાં પણ 50 % નો ઘટાડો કરી રોટેશનમાં ડયુટી આપવામાં આવે છે. જે 32 શિડ્યુલ બંધ કરવામાં આવી છે તેમાં આવક ન બતાવતી એક્સપ્રેસ તેમજ લોકલ બસો બંધ કરતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જે એક્સપ્રેસ બસો બંધ કરી દેવામાં આવી છે જેમાં અંબાજી નાઈટ, રાજપીપલા કડી, રાજપીપલા દાહોદ, રાજપીપળા મહુવા અને રાજપીપળા બારીયાઅને નાસિક એક્સપ્રેસ બસો બસો બંધ કરી દેવામાં આવી છે. જયારે બંધ કરેલી લોકલ બસોમાં ફતેપુરા નાઈટ, શહેરાવ નાઈટ, સિસોદ્રા, નેત્રંગ, દેવ મોગરાનાઈટ, દેવી દવનાઈટ બસો બંધ કરવામાં આવી છે. હાલ રાજપીપળા એસ.ટી ડેપો સુમસામ ભાસી રહ્યું છે. કોરોના અને ગરમીને કારણે મુસાફરોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થતા રાજપીપળા એસટી ડેપોની આવકને મોટો ફટકો પડયો છે.
જયોતિ જગતાપ, રાજપીપલા