Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદામાં કોરોના વિસ્ફોટ છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રખાતા રોષ…

Share

નર્મદામાં કોરોના વિસ્ફોટ છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રખાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોરોનાનાં કેસો વધવાથી સરકારે જાહેર કાર્યક્રમો, મેળાવડાઓ બંધ રાખ્યા છે. ત્યારે એક માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ચાલુ રાખ્યું છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે. હાલ વધતી જતી ગરમી અને કોરોનાને કારણે હાલ સ્ટેચ્યુ પર પ્રવાસીઓની સંખ્યા ઘટી જવા પામી છે.

ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગેટ નંબર 5 ની બહાર રાજ્ય સરકારની સૂચના મુજબ જિલ્લા આરોગ્ય વિભાગ અત્રે આવનાર પ્રવાસીઓનો રેપીડ એન્ટીજન કોવિડ ટેસ્ટ કરશે. ઉપરાંત થર્મલ ગન,પલ્સ ઓક્સીમીટરથી પણ ચેકીંગ કરવાનું નક્કી કરાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2020 થી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું ત્યારથી જ અત્રે ફરજીયાત માસ્ક સહિતના કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવામાં આવે છે અને તકેદારીનાં પગલાં લેવા તંત્ર કટિબદ્ધ છે. જોકે સ્ટેચ્યુ પર જેનો રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાશે એમ જણાવ્યું છે. એટલે ઘણા પ્રવાસીઓ જતા ડરે છે હાલ ગરમી પણ વધારે હોવાથી અને કોરોનાને કારણે હાલ સ્ટેચ્યુ પર પ્રવાસીઓની સંખ્યા ઘટી જવા પામી છે. જોકે અધિકારીઓના જણાવ્યા અનુસાર જે પ્રવાસી અગાઉથી જ ટેસ્ટ કરાવીને આવે તેમને થર્મલ ગન અને પલ્સ ઓક્સીમીટરથી તપાસીને જ પ્રવેશ અપાશે.

Advertisement

જો કે બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસે તંત્રને આવેદન આપી કોરોના સંક્ર્મણથી બચવા અને વધતા જતા કેસો સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ પૂરતું બંધ રાખવા આવેદન આપ્યું છે ત્યારે તંત્ર એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રાખ્યું છે એ કેટલું યોગ્ય છે એવો પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ આવતીકાલથી ચાર દિવસ માટે રાજપીપલા અને 3 દિવસ માટે ડેડીયાપાડા બંધ રાખ્યું છે. બીજી તરફ સરકારે જાહેર કાર્યક્રમો, મેળાવડાઓ બંધ રાખ્યા છે. ત્યારે એક માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ચાલુ રાખ્યું છે ? તે સવાલ લોકોમાં ઉઠ્યો છે. સાવચેતીના ભાગરૂપે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ કરવું જોઈએ એવો સુર વહેતો થયો છતાં તંત્રના જડ વલણ સામે પ્રજામાં રોષ ફેલાયો છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ તાલુકા પોલીસ મથક ની હદ માં આવેલ એક ગામ માં રહેતી સગીરા ને લગ્ન ની લાલચ આપી દુસ્કર્મ આચરનાર શખ્સ ને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો..

ProudOfGujarat

સુરેન્દ્રનગર: લીંબડી નગરપાલિકા પાસે અલંગમાં આવેલ પાણીની મેઈન લાઈનમાં ભંગાણ.

ProudOfGujarat

રાજપીપળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!