Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા કરજણ નદી કિનારે આવેલો રામગઢ અને રાજપીપળાને જોડતો હમણાં જ નવો બનાવેલો પુલ વચ્ચેથી બેસી પડયો !

Share

– તકલાદી બાંધકામ સામે ઉઠ્યા સવાલો.

– બંને સાઇડથી વચ્ચેથી બેન્ડ થઈ ગયેલા પુલના તકલાદી કામની તપાસ કરવાની ઉઠી માંગ.

Advertisement

– પુલના બંને સાઈડના કાંગરા પણ વચ્ચેથી તૂટ્યા.

– પુલ તાત્કાલિક અસરથી બંધ કરવાની માંગ.

રાજપીપળા ખાતે આવેલ કરજણ નદી ઉપર હમણાં થોડા વખત પહેલા સામે પાર આવેલ રામગઢ ગામ અને રાજપીપળાને જોડતો કરજણ નદી ઉપર નવો પુલ બનાવ્યો બનાવ્યો હતો. જે ટૂંકા ગાળામાં જ વચ્ચેથી આજે અચાનક બેન્ડ વળી ગયો હતો. અને વચ્ચેથી જેથી બેસી ગયેલો દેખાતો હતો. બંને સાઇડના કાંગરા પણ તૂટી ગયાં હતા. જોકે આ પુલ જોખમી બન્યો હોય પુલ ઉપરથી લોકો અને વાહનચાલકો દોડી રહ્યા છે. જે અત્યંત જોખમી છે. આ પુલ ગમે ત્યારે બેસી જાય કે તૂટી પડે કે કોઈ મોટી હોનારત સર્જાય કે જાનહાની થાય તે પહેલા પુલને તાત્કાલિક અસરથી બંને સાઈડથી બંધ કરી દેવો જોઈએ. જો કોઈ જાનહાનિ થશે તો તેના માટે તંત્ર જવાબદાર ઠરશે. અહીં તાત્કાલિક સિક્યોરિટી મુકવાની પણ જરૂર છે.
લોકોની અવર-જવર બંધ કરવી જોઈએ અને તાત્કાલિક સમારકામ કરવું જોઈએ. જોકે આ પુલના તકલાદી બાંધકામની પોલ બે ચાર મહિનામાં જ ખુલી ગઈ છે ત્યારે સરકારે કરોડોના ખર્ચે કરજણ નદી ઉપર તૈયાર કરેલો પુલ આજે અત્યંત જોખમી સાબિત થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલનું લોકાર્પણ જ઼ થયું નથી ! અને તેનું લોકાર્પણ કર્યા વગર જ આ પુલ ખુલ્લો મૂકી દેવાયો હતો. તેની પાછળનું ગણિત પણ લોકોને સમજાયું નથી. આ પુલ શરૂ થયા પછી લોકોપુલ ઉપરથી આવન જાવન કરે છે. જો આ પુલ પરથી ભારે વાહનો પસાર થશે તો આ પૂલને મોટું નુકશાન થવાની શક્યતા છે. ત્યારે પહેલા તો આ પુલને અને બંને સાઈડથી તાત્કાલિક અસરથી બંધ કરી દેવાની જરૂર છે. અહીંયા સીકયોરીટી પણ મુકવાની પણ તાતી જરૂર છે. જો કઈ મોટું નુકશાન થશે તો તે માટે તંત્ર જવાબદાર રહેશે. આજે પણ બેરોકટોક વાહનો દોડી રહ્યા છે. ત્યારે તંત્ર પુલ તૂટી પડે અને મોટી હોનારત સર્જાય તેની શું રાહ જોઈ રહ્યું છે ?

અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલના બાંધકામનું કામ કઈ એજન્સી અને ક્યાં કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું ? તેમણે આ તકલાદી કેવી કામગીરી કરી છે ? તેની તાત્કાલિક તપાસ થવી જોઇએ અને કોન્ટ્રાક્ટરો અને એજન્સી સામે કાયદેસરના પગલા લેવા જોઈએ. તેમજ તેની સામે તમામ ખર્ચ વસુલ કરાવી પુલનું સમારકામ કરાવવું જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીને કિનારે પોઇચા પુલ પણ આવી જ રીતે તકલાદી હોય વારંવાર સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે નર્મદા જિલ્લામાં બનતા પુલોના કામો તકલાદી કામો થઇ રહ્યા છેતેના આ પુલો બોલતા પુરાવા છે. સાંસદ મનસુખભાઈ વસાવા ભ્રષ્ટાચાર થાય છે ત્યારે તેમની સામે અવાજ ઉઠાવે છે. ત્યારે સાંસદ મનસુખ ભાઈ પોતે આ પુલની મુલાકાત લે અને નિરીક્ષણ કરે. તેમજ આ પુલ બેસી કેવી રીતે ગયો તેની તાત્કાલિક તપાસ કરાવેઅને જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવડાવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.

તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : નબીપુર પંથકમાં કમોસમી વરસાદ વરસતા ખેતી પાકોમાં ભારે નુકસાનની ભીતિ.

ProudOfGujarat

તીર્થધામ અંબાજીમાં માઈ ભક્તોને મળશે નવું નજરાણું.

ProudOfGujarat

ભરૂચ : ગંગા સ્વરૂપા મહિલાઓને ઘર બેઠા યોજનાકીય લાભ મળતા વડાપ્રધાનને વિશાળ રાખડી અર્પણ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!