Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાલોલ : જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પ્લાસ્ટીકની ફેકટરીમાં લાગેલી આગ કાબુમાં.

Share

હાલોલ જીઆઇડીસી માં આગની ઘટના બની છે. અહીં આવેલા રંગીલા ઈન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિક નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. હાલોલ ફાયર વિભાગ આગ પર કાબુ મેળવવાના પ્રયાસોમાં લાગ્યું છે.

સવારનાં 11 વાગ્યાની આસપાસ હાલોલમાં આવેલ રંગીલા ઈન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિક નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કાબુમાં મેળવવા માટે હાલોલ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ ભયંકર આગ કયા કારણોસર લાગી તેની હજી જાણ થઈ નથી. જોકે, આ દુર્ઘટનામાં હાલ કોઇ જાનહાનીનાં સમાચાર મળ્યાં નથી. આગને કારણે આસાપાસની કંપનીઓનાં માલિકો તેમજ પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. આગને કારણે સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કલાકો બાદ આગને કાબુમાં લીધી હતી, તપાસ બાદ જ આ કંપનીમાં કયા કારણોસર આગ લાગી તેની જાણ થશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચના શેરપુરા ગામ નજીક બેકાબુ ટ્રક ડિવાઇડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

સુરત : સરથાણા વિસ્તારમાં જવેલર્સમાં ચોરી કરતી મહિલા ગેંગને પોલીસે ઝડપી પાડી.

ProudOfGujarat

Points Related to Railways from FM’s Budget speech-2018

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!