– કંપનીની સીધા પ્રિમીયમની કુલ આવક ( ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ ઇન્કમ- જીડીપીઆઈ) નાણાકીય વર્ષ 2020ના રૂ. 133.13 અબજની સરખામણીએ 5.2 ટકા વધીને નાણાકીય વર્ષ 2021માં રૂ. 140.03 અબજની નોંધાઈ છે. આ વૃદ્ધિ ઉદ્યોગની વૃદ્ધિને સમાન છે.
– કંપનીની (જીડીપીઆઈ) નાણાકીય વર્ષ 2020ના ચોથા ત્રિમાસિકના રૂ. રૂ. 31.81 અબજની સરખામણીએ 9.4 ટકા વધીને નાણાકીય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 34.78 અબજ નોંધાઈ છે. ના. વર્ષ 2021ના ચોથા ત્રિમાસિકમાં ઉદ્યોગની વૃદ્ધિ 14.0 ટકાએ રહી હતી.
– એકત્રિત પ્રમાણ (રેશિયો) ના. વર્ષ 2020ના 100.4 ટકાની સરખામણીએ 99.8 ટકા રહ્યો છે.
– ના. વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં ક્મબાઈન્ડ રેશિયો ના. વર્ષ 2020ના 100.1 ટકાની સરખામણીએ 101.8 ટકા નોંધાયો છે.
– ના. વર્ષ 2021માં વેરા પહેલાનો નફો ના. વર્ષના રૂ. 16.97 અબજની સરખામણીએ 15.1 ટકા વધીને રૂ. 19.54 અબજ, જ્યારે ના. વર્ષ
2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં વેરા પહેલાનો નફો પાછલા ત્રિમાસિકના રૂ. 3.71 અબજની સરખામણીએ 21.4 ટકા વધીને રૂ. 4.50 અબજનો
નોંધાયો છે.
– મૂડી લાભ ના. વર્ષ 2020ના રૂ. 1.99 અબજની સરખામણીએ ના. વર્ષ 2021માં રૂ. 3.59 અબજ થયો છે. 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં મૂડી
લાભ ના. વર્ષ 2020ના રૂ. 0.95 અબજની સરખામણીએ રૂ. 0.66 અબજ થયો છે.
– ના. વર્ષ 2021માં વેરા પછીનો નફો (ચોખ્ખો નફો) ના. વર્ષ 2020ના રૂ. 11.94 અબજની સરખામણીએ 23.4 ટકા વધીને રૂ. 14.73 અબજ થયો
છે.
– ના. વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો ના. વર્ષ 2020ના ચોથા ત્રિમાસિકના રૂ. 2.82 અબજની સરખામણીએ 22.6 ટકા વધીને
રૂ. 3.46 અબજ થયો છે.
– ના. વર્ષ દરમિયાન કંપનીએ શેર દીઠ રૂ. 4.00નું વચગાળાનું ડિવિડંડ ચૂકવ્યું છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે વર્ષ 2021 માટે શેર દીઠ રૂ.
4.00નું અંતિમ ડિવિડંડ ચૂકવવાનું સૂચવ્યું છે. આ ચૂકવણી કંપનીની આવનારી વાર્ષિક સામાન્ય સભામાં શેરહોલ્ડર્સની મંજૂરીને આધિન છે. પ્રસ્તાવિત
અંતિમ ડિવિડંડની સાથે વર્ષ 2021માં કુલ ડિવીડંડ શેર દીઠ રૂ. 8.00 થાય છે.
– વર્ષ 2021માં રિટર્ન ઓન એવરેજ ઈક્વિટી (આરઓએઈ) 21.7 ટકા રહીછે જે વર્ષ 2020માં 20.8 ટકા હતી.
ના. વર્ષ 2020ના ચોથા ત્રિમાસિક ગાળાના આરઓએઈ 18.8 ટકાની સરખામણીએ ના. વર્ષ 2021માં તે 18.8 ટકા રહી હતી.
– 31 માર્ચ, 2021ના રોજ સોલ્વન્સી રેશિયો 2.90 ગણો હતો, જે 31 ડિસેમ્બર 2020ના રોજ 2.76 ગણો હતો, જે નિયામકની 1.50 ગણી જરૂરિયાત કરતાં ઊંચો છે. 31 માર્ચ, 2020ના રોજ સોલ્વન્સી રેશિયો 2.17 ગણો હતો.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કં. લિ. દ્વારા 31 માર્ચ, 2021 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વાર્ષિક પરિણામોની જાહેરાત.
Advertisement