હાલ અંકલેશ્વરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા શહેર અને નોટીફાઈડ હદ વિસ્તારમાં તેમજ ઓદ્યોગિક એકમોની પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે. વાહન-વ્યવહાર મર્યાદિત ચાલી રહ્યા છે. ધમધમતા મુખ્ય માર્ગો સુમસાન થઈ ગયા છે. માનવજીવ કેદ અવસ્થામાં છે ત્યારે સારા સમાચાર એ છે કે અંકલેશ્વરનાં વાતાવરણના પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વરના વાતાવરણમાં પ્રદૂષણ એકદમ ઘટી ગયું છે અને શહેરની હવા શુદ્ધ બની રહી છે, હાલના સમયમાં શહેરનો એર કવોલિટી ઈન્ડેક્સ નોંધપાત્ર ઘટ્યો છે. આ વર્ષ ૨૦૨૧ માં જે એર ક્વોલિટિ ઈન્ડેક્સ 200 થી 312 સુધી જોવા મળતું હતું. જે પ્રદુષિત વાતાવરણની વ્યાખ્યામાં આવતું હતું. હવે તે ક્રમશ ઘટતું જ ગયું છે. તારીખ ૧૪.૦૪.૨૧ ના રોજ દિવસ ૧૨૪ એ.ક્યુ.આઈ. (એર ક્વોલિટિ ઈન્ડેક્સ) હતું, જે ૧૭.૦૪.૨૧ ના રોજ ઘટી ૮૪ એ.ક્યુ.આઈ હતું આમ આ વર્ષ ૨૦૨૧ માં પહેલી વખતે ૧૦૦ AQI થી નીચે આવ્યું છે. જે સંતોષકારકની વ્યાખ્યામાંમાં આવે છે. આમ AQI ના આંકડાઓ જોતા કહી શકાય કે શહેરના એર ક્વોલિટી મોટો સુધારો થઇ ગયો છે.
– આજે અંકલેશ્વર એર ક્વોલીટીના સંતોષકારક માપદંડમાં આવી ગયા છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળે જણાવ્યું હું કે “હાલ અંકલેશ્વર-પાનોલીના મોટા ભાગના ઉદ્યોગો દ્વારા થતા ઝેરી ગેસ નિયંત્રિત થયો છે, ટ્રેનો બંધ છે, હાઈ-વે તથા ધમધમતા મુખ્ય માર્ગો સાવ સુમસાન થઈ ગયા છે. જેથી તેમના દ્વારા થતા ધૂળ- ધુમાડા પણ ઓછા થયા હતા. ગરમીનું પ્રમાણ વધ્યું છે જેના લીધે પ્રદુષણમાં નોધપાત્ર ઘટાડો થયો છે. ગત વર્ષે 2020 માં પણ એપ્રિલ, મે, જુન અને જુલાઈમાં પ્રદુષણના આંકમાં સુધારો નોધાયો હતો. પ્રદુષણ નિયંત્રણ માટે કામ કરતી સંસ્થાઓ જીપીસીબી, સીપીસીબી તેમજ સેપીએ પ્રદુશણની આ પરિસ્થિતિના આકડાઓનું અધ્યયન/અભ્યાસ કરવું જોઈએ, આ આંકડા તેમના રેકર્ડમાં રાખવા જોઈએ અને ભવિષ્યમાં પ્રદુષણ આંકની ગણતરી વખતે આ આંકડા ધ્યાને લેવા જોઈએ”.