આપણા રાજ્યમાં દિન પ્રતિદિન ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી રહ્યું છે સરકારી નોકરી મેળવી અને સરકાર પાસે તગડો પગાર મેળવવા છતાં ટેબલ પર બેસીને કરોડોની સંપત્તિ એકઠી કરી રહ્યા છે. જ્યારે આવી બેનામી સંપત્તિનો પર્દાફાશ થાય છે ત્યારે જમીન નીચેથી પગ સરકી જાય છે તેવી જ એક ઘટના ગોધરા શહેરમાં બની છે ધણા અધિકારીઓ અને કર્મચારીઓને એમ હોય કે રિટાયર્ડ થયા બાદ શું હોય ના એવું નથી એસીબી ધારે તો પુરાવાના આધારે ગમે ત્યારે કેસ દાખલ કરી શકે છે જામનગર પંચાયત માર્ગ મકાન વિભાગ ના નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર ચુનીલાલ પારૂમલ ધારસીયાની સામે અપ્રમાણસરની મિલકતનો ગુન્હો દાખલ થતા લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. પાંચ કરોડ ઉપરાંત એટલે કે આવક કરતાં વધુ અપ્રમાણસર મિલ્કતનો નાયબ કાર્યપાલક ઈજનેર (હાલમાં નિવૃત્ત) વર્ગ – 2 માર્ગ મકાન પેટા વિભાગ જામનગર પંચાયતના અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ગોધરા શહેરના રહેવાસી અને નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર સામે અપ્રમાણસર મિલ્કત વસાવવાના મામલે એ.સી.બી.એ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ગોધરા શહેરના રહેવાસી અને જામનગર પંચાયત માર્ગ મકાન વિભાગના નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર ચુનીલાલ પારૂમલ ધારસીયાની સામે 5.47 કરોડની અપ્રમાણસર મિલ્કત મામલે ગુન્હો નોંધ્યો હતો એ.સી.બી.એ તપાસ દરમિયાન અલગ અલગ ગામોમાં જમીનનો વસાવી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ગોધરા અને છોટાઉદેપુર એસીબી ની ટીમ દ્વારા નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર ચુનીલાલ પારૂમલ ધારસીયાનીના નિવાસ સ્થાન ગોધરા ખાતે સર્ચ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.
પંચમહાલ રાજુ સોલંકી