Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા બાદ હવે દેડિયાપાડાનાં બજારો પણ ચાર દિવસ બંધ રહેશે.

Share

નર્મદામાં કોરોનાના વકરતા જતા કેસને કારણે રાજપીપળાની જેમ હવે ડેડીયાપાડા પણ ચાર દિવસ બજાર બંધ રાખશે. રાજપીપળામાં મંગળવારથી ચાર દિવસ માટે બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે ત્યારે હવે તેમાં ડેડીયાપાડા પણ જોડાયું છે. ડેડીયાપાડામા પણ સોમવારથી ચાર દિવસ માટે બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજપીપળા અને
ડેડીયાપાડામાં કોરોનાના કેસો ઘટે અને કોરોનની ચેન તૂટે તે માટે તંત્ર અને પ્રજા આ નિર્ણયમાં જોડાઈ છે. ખાસ કરીને કોરોનાનું કરીને સંક્રમણ ઘટે તે માટેનો આ સ્તુત્ય પ્રયાસ છે.
આ અંગે દેડીયાપાડાની જાહેર જનતાને,અપીલ કરતા વેપરીઓએ જણાવ્યું છે કે, સર્વાનુંમતે નક્કી કરવામાં આવ્યુ છે કે તા.૧૯/૦૪/૨૧ સોમવારથી ૨૨/૦૪/૨૦૨૧ ગુરૂવાર સુધી દેડીયાપાડા બજાર બંધ રહેશે. ત્યાર બાદ શુક્રવાર, શનિવાર અને રવિવાર ત્રણ દિવસ માટે બજાર સવારે ૬:૦૦ થી બપોર ૨:૦૦ કલાક સુધી ખુલ્લુ રાખવામાં આવશે. તા.૩૦/૦૪/૨૧ સુધી ઉપર મુજબ વેપારીઓએ સ્વૈચ્છીક પાલન કરવાનું રહેશે.
આમ કરવાથી કોરોનનું સંક્ર્મણ ઘટશે અને કોરોનાના કેસો ઘટશે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભારે કરી – જંબુસર તાલુકાના પિલુદરા ગામ પાસે પસાર થતી કેનાલમાં અચાનક લોહી જેવું લાલ કલરનું પ્રદુષિત પાણી વહેતું થતા ખેડૂતોમાં રોષ

ProudOfGujarat

લીંબડી કેળવણી મંડળ સંચાલિત એન.એમ.હાઈસ્કુલમાં વિદ્યાર્થીઓનુ અને વાલી સંમેલન યોજાયું.

ProudOfGujarat

ભરૂચમાં દેશી બનાવટની પિસ્ટલ અને કાર્ટિઝ સાથે ક્રાઇમ બ્રાંચના હાથે બે ઝડપાયા, એક વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!