– આજની બેઠકમાં આવનારા મંગળવારથી શુક્રવાર સુધી રાજપીપલાનું બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો.
– કોરોનાનું સંક્રમણ નર્મદા જિલ્લામાં વધી રહ્યું હોવાથી લેવાયો નિર્ણય.
– કોરોનાની ચેઇન તોડવા માટે 4 દિવસ રાજપીપલાનું બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજપીપલામાં ત્રણ દિવસ સ્વયંભૂ બજારો બંધ રાખ્યા હતા છતાં પણ કેસો વધતા જતા હોઈ કોરોનાની ચેન તોડવા લોકડાઉનને વધુ ચાર દિવસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે રાજપીપલા શહેરના વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં આજની આ બેઠકમાં આવનારા મંગળવારથી શુક્રવાર સુધી રાજપીપલાનું બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને કોરોનાનું સંક્રમણ નર્મદા જિલ્લામાં વધી રહ્યું હોવાથી આ નિર્ણય લેવાયો છે.
વેપારીઓ અને તંત્રનું કહેવું છે કે કોરોનાની ચેઇન તોડવા માટે 4 દિવસ રાજપીપલાનું બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 24 એપ્રિલના રોજ ફરી બેઠક યોજવામાં આવશે જેમાં આવનારા દિવસો માટે નિર્ણય લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે રાજપીપલામાં ત્રણ દિવસ સજ્જડ બંધ રહ્યું હતું. લોકોએ સહકાર આપી સ્વંયભુ બંધ પાળ્યો હતો. કોરોનાની ચેન તોડવા રાજપીપલાની જનતા વધુ એકવાર કટિબદ્ધ બની છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા