Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : દિવ્યાંગ મતદારો સુગમતાથી મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવાયેલી સુદ્રઢ વ્યવસ્થા.

Share

પંચમહાલ જિલ્લાની ૧૨૫-મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન આવતી કાલ તા. ૧૭-૪-૨૦૨૧ને શનિવારના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ આ બેઠક ઉપર નોંધાયેલા ૭૭૮ જેટલા દિવ્યાંગ મતદારો સરળતાથી અને કોઇ પણ જાતની અગવડ વિના મતદાન કરી શકે એ માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે. એચ. લખારાએ સુચારૂ વ્યવસ્થા ગોઠવી છે. લખારાએ જણાવ્યું કે, મોરવા વિધાનસભા બેઠક ઉપર ૧૬૯ મતદાન મથકો ઉ૫રથી ૭૭૮ જેટલા દિવ્યાંગ મતદારો મતદાન કરવામાં આવનાર છે. દિવ્યાંગ મતદારો સુગમતાથી મતદાન કરી શકે તે માટે દરેક મતદાન મથક ઉપર આવા મતદારો માટે પીવાના પાણી, રેમ્પ, બ્રેઇલ લિપિવાળું બેલેટ પેપર, પ્રાથમિક સારવાર કિટ તથા શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ખાસ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ મતદારો માટે વ્હિલ ચેર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કોઇ દિવ્યાંગ મતદારને બૂથ સુધી આવવા માટે અગવડ થાય તો તેમના માટે સરકારી વાહનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે દિવ્યાંગ મતદારોની હરોળમાં ઉભા રહેવું નહી પડે તથા જરૂરિયાત મુજબ સહાયક બની શકે તેવા સ્વયંસેવકો મતદાન બૂથ ઉપર હાજર રહેશે. આ ઉપરાંત જો કોઇ દિવ્યાંગ મતદાર પોતાનું વાહન લઇ આવતા હોય તો તેમને બૂથ સુધી વાહન લઇ જવામાં આવશે તથા તેમની સાથે સંવેદનશીલ અને ગરિમાપૂર્ણ વ્યવહાર કરવામાં આવશે. દરેક મતદાન મથક ઉપર કોવિડ-૧૯ના નિયમોનું અસરકારક પાલન કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું. લખારાએ ઉમેર્યું કે, આ બેઠક ઉપર પ૨૦ પુરુષ અને ૨૫૮ મહિલાઓ સહિત કુલ ૭૭૮ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. જેમાં અંધજન ૯૫, બોલી ના શકતા હોય તેવા ૬૨, ચાલવાની ક્ષમતા ના ધરાવતા હોય તેવા ૬૨૪ દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ઝારખંડના જમશેદપુર ખાતે ટાટા સ્ટીલ ફાઉન્ડેશનના માધ્યમથી સંવાદ-૨૦૨૨ નો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી ખાતે INVESTITURE CEREMONY યોજાઇ.

ProudOfGujarat

પિત્ઝા હટ, લા-પીનોઝ, ડોમિનોઝ સહિત 6 સંસ્થામાં ચીઝ-મેયોનીઝના સેમ્પલ ફેઇલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!