Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ : મોરવા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે.

Share

પંચમહાલ જિલ્લાની મોરવા હફડ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલ તા. ૧૭-૪-૨૦૨૧ના રોજ મતદાન યોજવા જઇ રહ્યું છે. આ બેઠકની પેટા ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાઇ એટલું જ નહીં, ચૂંટણી દરમિયાન કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અસરકારક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું છે કે, મોરવા હડફ બેઠકની પેટા ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે મોરવા સ્થિત સરકારી કોલેજથી મતદાન મથકો ખાતે મતદાન સ્ટાફ સહિત મતદાન સામગ્રી રવાના કરવામાં આવી છે. મતદારો સવારે સાત વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન કરી શકશે. તેમણે ઉમેર્યું કે, આ બેઠક ઉપર ૧૧૧૨૮૬ પુરુષ, ૧૦૭૮૯૯ મહિલાઓ સહિત કુલ ૨૧૯૧૮૫ મતદારો નોંધાયા છે. જ્યારે, ૧૪૯ પુરુષ અને ૩ મહિલાઓ સહિત ૧૫૨ સેવા મતદારો નોંધાયેલા છે. સેવા મતદારોનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. મતદાન માટે ૩૨૯ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. તે પૈકી ૭૫ મતદાન મથકો કોવિડની સ્થિતિને ધ્યાને રાખીને વધારવામાં આવ્યા છે. આ માટે જરૂરી ઇવીએમ તથા વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે. મતદાન પ્રક્રીયામાં ૧૬૪૫ ચૂંટણી કર્મીઓ મતદાન મથક ઉપર ફરજ બજાવશે. મતદારો માટે છાંયડો, પાણી, સેનિટાઇઝેશન, હાથ મોજા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથકો ઉપર આરોગ્યકર્મી પણ ફરજ બજાવશે. અરોરાએ કહ્યું કે, આ બેઠક ઉપર ૯૦૦ થી ૧૦૦૦ સુધી મતદારો ધરાવતા ૪૧ મતદાન મથકો, ૮૦૧ થી ૯૦૦ મતદારો ધરાવતા ૩૮, ૭૦૧ થી ૮૦૦ મતદારો ધરાવતા ૩૩, ૬૦૧ થી ૭૦૦ મતદારો ધરાવતા ૫૮, ૫૦૧ થી ૬૦૦ મતદારો ધરાવતા ૧૪૬, ૪૦૧ થી ૫૦૦ મતદારો ધરાવતા ૯ મતદાન મથકો, ૩૦૧ થી ૪૦૦ મતદારો ધરાવતા ૨ અને ૨૦૧ થી ૩૦૦ મતદારો ધરાવતા ૨ મતદાન મથકોનો સમાવેશ થાય છે. મોરવા હડફ બેઠક ઉપર ૨૦૧૭ ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ૬૨.૨૨ ટકા, જ્યારે ૨૦૧૯ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ૬૦.૬૯ ટકા મતદાન થયું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ : કડોદરા નજીક આવેલ વિલોવુડ કંપનીમાં વેલ્ડીંગ કામ દરમ્યાન ઇન્સ્યુલેશન મટીરીયલમાં આગ લાગતા દોડધામ.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીની કંપનીના સૌજન્યથી તલોદરા ગામે મેરેજ હોલ બનાવાયો.

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે નીકળેલ એકતા રેલીનું નબીપુર પોલીસ દ્વારા સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!