– એક મહીનો લીમડાના રસનું સેવન કરવાથી આખુ વર્ષ નિરોગી રહેવાય છે
– કોરોનામા પણ સેવન ગુણકારી.
– ગુણકારી લીમડાના અનેક ફાયદા.
હાલ ચૈત્ર માસ ચાલી રહયો છે. ચૈત્ર માસમાં લીમડાના રસનુ સેવન કરવાનો રિવાજ છે, તેથી નર્મદાવાસીઓ ચૈત્રમાસમાં લીમડાના રસનું સેવન કરતા થયા છે. ચૈત્ર માસમાં ઠંડી અને ગરમી બે ઋતુઓની સંઘી થાય છે. તેનાથી શરદી, ખાંસી, સ્વાઈન ફલૂ ઉપરાંત પાચન શક્તિ નબળી પડી જાય છે. તેથી ઘણા રોગો થવાની શક્યતા છે તેથી મોટે ભાગે લોકો ચૈત્ર માસમાં લીમડાના રસનું સેવન કરે છે. તેનાથી કફ, પીત્ત, અને વાતની બીમારીથી બચી શકાય છે.
આયુર્વેદમાં કહેવાયું છે કે જેના ઘર આંગણે લીમડો હોય તેના ઘરે કદી બીમારી આવતી નથી. લીમડાના કડવાસથી મચ્છરો તેમજ બેકટેરીયા, જીવજંતુઓનો નાશ થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે. આજે પણ ગામડાના લોકો લીમડાનું દાતણ કરે છે. લોકો ચૈત્ર માસમાં લીમડાના પાન તોડી લાવે છે અને તેને પાણીથી ધોઈ તેને છૂંદીને તેનો રસ ગાળીને લીમડાનો રસ પીવે છે.
નર્મદાના આયુર્વેદ અધિકાર ડો.નેહા પરમાર જણાવે છે કે ચૈત્ર માસમાં ઠંડી અને ગરમી બે ઋતુઓની સંઘી થાય છે. તેનાથી શરદી, ખાંસી, સ્વાઇન ફલૂ ઉપરાંત પાચન શકિત નબળી પડી જાય છે, તેથી ઘણા રોગો થવાની શકયતા છે. ડાયાબીટીઝ વાળા દર્દીઓ માટે પણ લીમડાના રસનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શકિત જેની ઘટી ગઇ છે તેને ઘણો ફાયદો થાય છે. ૧૫ થી ૨૦ મીલીની માત્રામાં લીમડાના રસનુ સેવન ૭ થી ૧૦ દીવસ સુધી કરવાથી રોગો થવાની સંભાવના ઘટી જાય છે. હાલ લોકો ઘરે ઘરે લીમડાના પાન તોડી લાવી તેમાથી રસ બનાવી લીમડાના રસનું સેવન કરતા થયા છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા