– “સરકાર તમારા વોટનું મહત્વ સમજાવી રહી છે,વસાવા”
અવારનવાર પોતાના નિવેદનો થકી ચર્ચામાં રહેતા ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા વધુ એકવાર સોશિયલ મીડિયાના માધ્યમ થતી સરકાર સામે પ્રહાર કરી ચર્ચામાં આવ્યા છે, એક તરફ કોરોના મહામારી વકરી રહી છે બીજી તરફ લોકોને હોસ્પિટલોમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
Advertisement
તેવામાં હવે ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના સોશિયલ મીડિયના માધ્યમ થકી સરકાર પર પ્રહાર કર્યા હતા, વસાવાએ એક બાદ એક પોસ્ટ મૂકી કહ્યું હતું કે સરકાર તમારા વોટનું મહત્વ સમજાવી રહ્યો છે, ધારાસભ્યો ખરીદવાવાળા ક્યારે વેન્ટિલેટર, ઓક્સિજન, એમ્બ્યુલન્સ પણ ખરીદી કરો તેમ તેઓએ કોરોના મુદ્દે વિવાદિત પોસ્ટ અપલોડ કરી સરકાર પર પ્રહાર કર્યા હતા.