– ભરૂચની સરકારી કચેરીમાં આશરે 35 જેટલા કર્મચારી કોરોનાથી સંક્રમિત થતાં સમગ્ર ઓફિસોને સેનેટાઇઝ કરાઇ.
ભરૂચ નગરપાલિકાનાં અંગત સૂત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર ભરૂચની કલેકટર કચેરી અને નગરપાલિકા સહિતની ઓફિસમાં કાર્ય કરતાં કર્મચારીઓને કોરોના થતાં સમગ્ર ઓફિસોમાં સેનીટાઇઝરનો છંટકાવ કરાયો છે.
તમામ ઓફિસોમાં સાફ-સફાઈ કરવામાં આવી છે અને કોરોના પોઝીટીવ આવતા કર્મચારીઓને કોરન્ટાઇન કરવામાં આવ્યા છે આ સમગ્ર કામગીરી ભરૂચ જિલ્લા કલેકટરનાં કહેવાથી કરવામાં આવી છે. તેમજ કલેકટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરો અને કોરોનાથી બચવા માટે જરૂર વિના ઘરની બહાર ના નીકળવું જોઈએ.
અહીં નોંધનીય છે કે સરકારી કચેરીઓમાં પણ જો કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં હોય તો આગામી સમયમાં લોકોએ સરકારી કામકાજ કે નગરપાલિકા ઓફિસોએ જતાં પણ ભય સર્જાશે તેવી સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહીં. ભરૂચ જીલ્લામાં તમામ જગ્યાએ કોરોનાનાં કેસની સંખ્યામાં ઘટાડો કરવાં માટે સરકારી તંત્રએ કમર કસી છે અને હાલ સેવા કેન્દ્રો બંધ કરાયા છે પરંતુ સરકારી ઓફિસોમાં જ જે કોરોનાનું સંક્રમણ વધતું હોય તો આખરે જનતાએ શું કરવું ? શું ના કરવું ? તેવી સ્થિતિ સર્જાય છે.