પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તા. ૧૭-૪-૨૦૨૧ ને શનિવારના રોજ યોજનાર છે. મોરવા હડફ વિધાનસભા બેઠક પર ૧,૧૧,૪૩૫ પુરુષ, ૧,૦૭,૯૦૨ મહિલાઓ સહિત કુલ ૨,૧૯,૩૩૭ મતદારો નોંધાયા છે તે પૈકી ૧૫૨ સેવા મતદારો છે. રસપ્રદ વાત એ છે કે, આ બેઠક ઉપર ૫૫૪૨ મતદારો એવા છે કે જે સૌ પ્રથમવાર આ ચૂંટણીમાં તેમના મતદાનનો બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. એટલે કે, ૧૮ થી ૧૯ વય જૂથના આટલા મતદારો છે. આ બેઠક ઉપર ૨૦ થી ૨૯ વયના ૫૭૨૧૯, ૩૦ થી ૩૯ સુધીની વયના ૫૪૦૦૪, ૪૦ થી ૪૯ વય જૂથના ૩૭૮૪૧, ૫૦ થી ૫૯ વયમાં ૨૮૬૫૩, ૬૦ થી ૬૯ વયમાં ૨૦૨૮૮, ૭૦ થી ૭૯ વયમાં ૧૦૭૦૧, જ્યારે ૮૦ થી વધુની ઉંમર ધરાવતા ૪૯૩૭ મતદારોનો સમાવેશ થાય છે. સૌથી વધુ મતદારો ૨૦ થી ૨૯ વયજૂથના છે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તાએ જણાવ્યું છે.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement