સમગ્ર રાજ્યમાં કોરોના હાહાકાર મચાવ્યો છે જેમા સુરત જિલ્લો પણ બાકાત નથી ત્યારે સુરત જિલ્લા વિકાસ અધિકાર હિતેશ ભાઇ કોયા, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો દિપક આર દરજીના માર્ગદર્શન હેઠળ ઓલપાડ તાલુકામાં કોવિડ ૧૯ વોર રૂમ, તેમજ કોલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.
જ્યાં ઓલપાડ તાલુકા વિકાસ અધિકારી, અને નાયબ ઈજનેરરીના બેનનુ માર્ગદર્શન મળે છે. આ વોર રૂમમાં બે પાળીમાં શિક્ષકો કામ કરે છે જેમાં સવારે 8 થી 1, અને બપોરે 1 થી 6 સુધી 30 જેટલા શિક્ષકો સેવા આપે છે. જેમાં શિક્ષકો દર્દીને તાવ, શરદી, ખાંસી, વગેરે જેવા પ્રશ્નો પૂછે છે અને જરૂરી માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત દર્દી કોઈ તકલીફ હોય તો તેના માટે હેલ્પ લાઈન નંબર પણ આપવામાં આવેલ છે, જે નંબર 0261222501 થી 505 સુઘી, આ હેલ્પલાઇન નંબર ઉપરથી પણ માર્ગદર્શન મેળવી શકે છે છે અને દર્દીને કોઇ મુશ્કેલી હોય તો તે પણ જણાવી શકે છે. આ પ્રકારની દર્દીઓ સાથે ચર્ચા કરી ઓનલાઈન રિપોર્ટ જિલ્લા પંચાયતને પણ સબમિટ કરવામાં આવે છે એમ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઇ પટેલે અખબારી યાદીમાં જણાવેલ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ