દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 14 એપ્રિલના રોજ એટલે કે આજે 130 મી જન્મજયંતિ છે. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન ગોપાલસિંહ સોલંકી સહિત દલિત સમાજના આગેવાનો અને કાર્યકરોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ભારતના સંવિધાનના સર્જક અને ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 130 મી જન્મ જયંતિ આજે સંપૂર્ણ દેશમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવી હતી. દેશના બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરજીની 130 મી જન્મજયંતિની આજે પંચમહાલ જિલ્લામાં પણ ઠેરઠેર ઉજવણી કરવામાં આવી છે. જેમાં લોકોએ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં ગોધરાશહેરના સર્કીટહાઉસ પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે લોકો એકઠા થઇ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગોધરા શહેરમાં આજે બાબાસાહેબ આંબેડકરની 130 મી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજીએ જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન ગોપાલસિંહ સોલંકી, ભાજપ ગોધરા શહેર પ્રમુખ, દલિત સમાજના આગેવાનો માં મુકુંદભાઈ ચૌહાણ, કાળુભાઇ વણકર નટુભાઈ સોલંકી, ભાજપ એસસી. મોરચાના પ્રમુખ શાંતિલાલ ગોવિંદભાઈ પરમાર, ઉપપ્રમુખ શાંતિલાલ એસ.સોલંકી, નગરપાલિકાના કાઉન્સિલર જયેશભાઈ ચૌહાણ સહિતના લોકો ઉપસ્થિત રહી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા. તેમજ બાબાસાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા સાથે તેમના વિચારોને સાર્થક કરવા પ્રયાસો કરીશું તેમ જણાવ્યું હતું.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : બાબાસાહેબ આંબેડકરની ૧૩૦ મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરાઈ.
Advertisement