Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા ખાતે નર્મદા કોંગ્રેસે કોરોનાનાં વધતા કેસો સામે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તાત્કાલિક ધોરણે બંધ કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં કલેકટરને આવેદન આપ્યું.

Share

સમગ્ર નર્મદા જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા સ્વેચ્છિક લોકડાઉન હોવા છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ કેમ છે ? એવા સવાલો સાથે આજે કેવડિયા ખાતે નર્મદા કોંગ્રેસે કોરોનાના વધતા કેસો સામે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તાત્કાલિક ધોરણે બંધ કરવા આવેદન સ્ટેચ્યુ ઓફ યુનિટીના કલેકટરને આવેદન આપ્યું હતું.

આજરોજ કેવડિયા કોલોની તથા કેવડિયાની આજુબાજુના ગામડાં વિસ્તારમાં અને સમગ્ર નર્મદા જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે જ્યારે નર્મદા જિલ્લામાં સ્વેચ્છિક લોકડાઉન કરી દેવામાં આવ્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ચાલુ રાખવામાં આવ્યું છે ? એવો સવાલ નર્મદા કોંગ્રેસે ઉઠાવ્યો છે. આ અંગે આજે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કલેકટર આર.ડી ભટ્ટને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ, વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવીએ આવેદન આપી તાત્કાલિક અસરથી કોરોના અટકાવવા પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ બંધ કરવાની માંગ કરી હતી.

તેમણે આવેદનમા જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી કેવડિયા વિસ્તારમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. જેમાં પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ હોવાથી બહારથી આવતા પ્રવાસીઓ જે દેશના અલગ શહેર વિસ્તારોમાંથી આવી રહ્યા છે. ત્યારે સ્થાનિક નોકરી ધંધા કરતા વ્યક્તિઓના સંપર્કમાં આવતા હોઈ અને કોઈ પ્રવાસી સંક્રમિત હોય તો કેસો વધવાની શક્યતા છે. ત્યારે તાત્કાલિક ધોરણે પ્રવાસીઓ માટે તાત્કાલિક ધોરણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ કરાવે તેવી માંગ કરી હતી. જેમાં અહીંયા કેવડિયાના આજુબાજુના ગામના લોકો નોકરી કરે છે. તો વધતા જતાં પ્રવાસનને લીધે કોરોના સંક્રમણ ફેલાવાની સંભાવના વધી રહી છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવા માટે આજે ગરૂડેશ્વર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્રભાઈ વાળંદ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીમાભાઈ તડવી તથા તાલુકા પંચાયતના સદસ્યઓ તથા કોંગ્રેસ આગેવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કલેકટરને સમગ્ર સ્ટેચ્યુની સેવાઓ પ્રવાસન બંધ રાખવા માટે રજૂઆત કરી હતી.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અમરેલીમાં તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોની ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મુલાકાતે : સરકારને લોન આપવા વિનંતી કરી.

ProudOfGujarat

જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા નો ભંગ કરતા હરિયાણાના શખ્સને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી ગરોળી નીકળી, 3 દર્દીઓને ઝાડા ઉલટી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!