ટાઉન પી.આઈ. દ્વારા જાતે પોલીસ ટુકડીઓ સાથે રાજપીપળાના વિવિધ વિસ્તારોમાં હોમ કોરેન્ટાઇન દર્દીઓનાં ઘરે સઘન ચેકીંગ હાથ ધરાયુ.
કોરોના પોઝિટિવ આવ્યા બાદ જો કોઈ લક્ષણો ન દેખાય તેવા દર્દીઓને તંત્ર દ્વારા હોમ આઇસોલેશનમાં રહેવાની સુવિધા આપવામાં આવે છે ત્યારે કેટલાક દર્દીઓ બિંદાસ ફરતા હોવાનો કિસ્સો પણ સામે આવે છે ત્યારે રાજપીપળા પોલીસ સ્ટેશનના પી.આઈ. જાદવે પોતાની ટીમ અને આરોગ્ય રેવેન્યુ ટીમ સાથે રાજપીપળાના વિવિધ વિસ્તારોમાં હોમ આઇસોલેશનમાં રહેલ દર્દીઓના ઘરે રૂબરૂ વિઝીટ કરી દર્દીઓની ખરાઈ કરી હતી, ત્યારે તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં જોવા મળ્યા હતા.
નર્મદા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારે લોકોને નિયમોનું પાલન કરવા માસ્ક પહેરવા તેમજ સોસીયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી
Advertisement