વૈશ્વિક મહામારીના કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ રાજય સરકારના દિશા-નિર્દેશો અનુસાર સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામા દ્વારા શહેર પોલીસ કમિશ્રેટ વિસ્તારમાં તા.૧૪/૪/૨૦૨૧ થી ૩૦/૪/૨૦૨૧ સુધી જરૂરી પ્રતિબંધાત્મક હુકમો કર્યા છે.
જાહેરનામા અનુસાર લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૫૦ થી વધુ વ્યકિતઓ એકઠા થઈ શકશે નહી. કરફયુના સમય દરમિયાન શહેરી વિસ્તારમાં લગ્ન/સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો કરી શકશે નહી. મૃત્યૃની અંતિમવિધિ/ઉત્તરક્રિયામાં ૫૦ થી વધુ વ્યકિતઓ એકઠા થઈ શકશે નહી. જાહેરમાં રાજયકીય/ સામાજિક/ ધાર્મિક કાર્યક્રમો/ સત્કાર સમારંભો, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એપ્રિલ માસ દરમિયાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહી. તથા જાહેરમાં લોકો એકત્ર થઈ શકશે નહી. તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે. તમામ ધાર્મિક સ્થાનો તા.૩૦ મી એપ્રીલ સુધી બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. ધાર્મિક સ્થાનો પર મર્યાદિત સંખ્યામાં પુજા વિધિ કરવાની રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.