નેત્રંગ ટાઉન સહિત પંથકમાં કોરોના બેફામ બની રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. જેને લઇને એક દંપતી સહિત ટાઉનમા સાત લોકો નવા સંકમિત થયા છે. ત્યારે કોરોનાને કારણે ટાઉનમાં રહેતા રીટાયર્ડ નાયબ પોલીસ કમિશનરનું મોત થતા ધેરા શોકની લાગણી ફરી વળી છે. કોરોનાને લઇને ટાઉનમાં અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોના મોત. બીજી તરફ નેત્રંગ ગ્રામપંચાયત દ્રારા કે તાલુકા પંચાયત કે પછી મામલતદાર ઓફીસ થકી ટાઉનભરમાં સેનેટાઇઝરનાં છંટકાવ કરાવવામાં આવે તેવું પ્રજામા ચર્ચાય રહયું છે.
નેત્રંગ ટાઉનમાં કોરોના સંકમિતનો આંકડો દિવસે દિવસે આગળ વધી રહ્યો છે. જેમા જાણવા મળેલ માહિતી મુજબ ગાંધી બજાર વિસ્તારમાં એક, જલારામ ફળીયામાં એક, લાલમંટોડી વિસ્તારમાં એક, જીનબજાર વિસ્તારમાં એક દંપતી સહિત અન્ય ચારથી પાંચ લોકો નવા સંકમિત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થાય છે. તેમજ નેત્રંગ-ડેડીયાપાડા રોડ વિસ્તારમાં રહેતા રીટાયર્ડ નાયબ પોલીસ કમિશનરનું કોરોનાની સારવાર દરમિયાન અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં મોત થતા ટાઉનમાં અત્યાર સુધીમાં કોરોનાને લઇને બે પુરુષ અને ત્રણ મહિલા મળીને કુલ પાંચ લોકોના મોત થયા છે. જયારે આરોગ્ય વિભાગ તરફથી સાચી માહિતી મળતી નથી.
નેત્રંગ ખાતે આવેલ રેફરલ હોસ્પીટલ ખાતે ૩૦ બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારી વેકસીન મહોત્સવના ભાગરૂપે ખડેપગે રાત્ર દિવસ પોતાની પોતાની ફરજ બજાવી લોકોને વેકસીન લેવા સમજાવી રહયા છે. તો બીજી તરફ રેફરલ હોસ્પીટલના ઇનચાર્જ મુખ્ય અધિકારી ડૉ. વિજયભાઈ બાવિસકર તેમજ બોલકહેલથ અધિકારી ડૉ. એ.એન.સીંગ તેમજ તેમનો કર્મચારીગણ કોરોનાના દર્દીઓ માટે સનેડબાય છે.