નેત્રંગ તાલુકામાં લગભગ ૨૫ થી ૩૦ વર્ષથી ભટકતું જીવન જીવતા અને અને દાન માંગી પોતાનું પેટિયું ભરતા હતા. તેઓ “મોદી મહારાજ” તરીકે જાણીતા હતા. આ સાધુનું એમ્બ્યુલન્સ ચઢી જવાથી ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.
“મોદી મહારાજ” તરીકે જાણીતા સાધુને ગામલોકોએ ઘણા સમય પહેલા તેઓનું નામ અને ક્યાંના વતની છે એ બાબતે ગામ લોકોએ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે તેઓનું નામ દામોદર કરણ પાટીલ અને મહારાષ્ટ્રના વતની છે તેમ જણાવ્યું હતું. જ્યારે તેઓના મૃત્યુ બાદ તેઓના વીડિયો પણ સોશિયલ મીડિયા ફરતા થયા છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે તેઓ નર્મદા પરિક્રમા કરી રહ્યા હતા. તેઓએ ૧૯૮૦,૧૯૮૧ અને ૧૯૮૨ માં અમરકંટકથી પહેલી પરિક્રમા કરી હતી.
નેત્રંગ તાલુકા સેવા સદન નજીક આવેલ આયુષમાન ભવન બિલ્ડીંગના ટેકરાની લીમડાના ઝાડ નીચે બપોરના એક વાગ્યા અરસામાં “મોદી મહારાજ” વિસામો કરી રહ્યા હતા. ત્યાં આગળના ભાગે એક ટવેરા એમ્બ્યુલન્સ ગાડી(નંબર-GJ-06-GA-0145) ઉભેલ હતી.આજુબા જુના દરવાજા ઉપર સરદાર સરોવર પુન: વસવાટ એંજીસ મેડીકલ સેલ વડોદરા મો.યુનીટ નં-૪, નડીયાદ લખેલ હતું. ટવેરા એમ્બ્યુલન્સના ડ્રાઈવરે પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી નીકળતા “મોદી મહારાજ” પર એમ્બ્યુલન્સ ચઢી ગઈ હતી. માથા તેમજ પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. નેત્રંગ તાલુકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. નેત્રંગ પોલીસે આ બાબતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આજરોજ તેઓનું નેત્રંગ ખાતે વાલી વારસાની માહિતીના મળતા પોલીસ સ્ટાફ તેમજ નેત્રંગ ગામના સ્પાર્ટન ગ્રુપના સભ્યો દ્વારા પૃથ્વીરાજસિંહ અટોદરિયા, રાહુલ વાગેલા, યશ પાટણવાડીયા અને હિમાંશુ માછી દ્વારા અંતિમ સંસ્કાર (દફનવિધિ) હિન્દૂ રીતિ રિવાજ મુજબ કરવામાં આવી.
પટેલ બ્રિજેશકુમાર બી.