ભરૂચનાં ફુરજા ચાર રસ્તા બાદશાહ મસ્જિદ ખાતે મુસ્લિમ પરિવારોને રમઝાન માસ નિમિત્તે રમઝાન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રમઝાન માસ નિમિત્તે મુસ્લિમ જરૂરિયાત મંદ પરિવારોને હઝરત ગરીબ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર ૧૦ નાં કાઉન્સિલર યુસુફ મલેકની ઉપસ્થિતિમાં દરેક પરિવારને રમઝાન કિટનું વિતરણ કરાયું હતું. કોરોના મહામારીના કારણે જરૂરિયાતમંદ મુસ્લિમ પરિવારો હર્ષ ઉલ્લાસથી રમઝાન માસની ઉજવણી કરી શકે તેવા આશયથી આ અનાજની કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટ્રસ્ટના સભ્યો પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement