પ્રવર્તમાન સંજોગોને અનુસંધાને ફરી એકવાર વધુ સજ્જ થવાનો સમય આવી ગયો છે. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે મુજબ હાલ સક્રિય થયેલ કોરોના મહામારી સામે બાથ ભીડવા માત્ર એક જ ઉપાય કારગત નીવડે એમ છે.
આ સંદર્ભે 13 રન એન્ડ રાઇડર ગૃપનાં સભ્યોએ આ મહામારી સામે સાવચેત રહેવા માટે સૌને માસ્ક પહેરવા તેમજ સમયાંતરે સેનીટાઇઝરથી હાથ ધોવાની સલાહ આપી હતી. બને ત્યાં સુધી ઘરે જ રહીએ અને જરૂર પડ્યે બહાર જઈએ અને સામાજિક અંતર રાખીએ. આપની અનુકૂળતાએ યોગા કે હળવી કસરત કરતા રહેવું તેમજ સ્વાસ્થ્યપ્રદ અને પૌષ્ટિક ખોરાક લેવા ઉપરાંત ઘરે બનાવેલ ખોરાક લેવાનો આગ્રહ રાખીએ એમ જણાવ્યું હતું. દિવસ દરમિયાન ઓછામાં ઓછું ચારથી પાંચ લિટર પાણી પીવું, ગરમીના દિવસો છે તો લીંબુ શરબત શ્રેષ્ઠ પીણું કહેવાય, ફળો અને શાકભાજી વ્યવસ્થિત ધોયા પછી જ ઉપયોગમાં લેવી, સ્વસ્થ રહીશું તો વિશેષ ઉત્સાહ સાથે નવી પ્રવૃત્તિઓ હાથ ધરીશું. તેમણે સૌને એક સંકલ્પ લેવા વિનંતિ કરીએ કે કોઈ પણ એક નવી પ્રવૃત્તિ કરો જેનાથી આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહે. તદુપરાંત તેમણે આપણા પોતાના તેમજ સમાજ અને રાષ્ટ્રના હિત સૌના સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવનની શુભેચ્છા પાઠવી હતી.
વિનોદ (ટીનુભાઈ) મૈસુરિયા : વાંકલ